આજે જ ગાડીની ટાંકી ફૂલ કરાવી લેજો : આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ બે કલાક માટે બંધ રહેશે

આજે જ ગાડીની ટાંકી ફૂલ કરાવી લેજો : આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ બે કલાક માટે બંધ રહેશે

02/16/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આજે જ ગાડીની ટાંકી ફૂલ કરાવી લેજો : આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ બે કલાક માટે બંધ રહેશે

ગુજરાત ડેસ્ક : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના (Federation of Gujarat Petroleum Dealer's Association) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફરી એકવાર પેટ્રોલ પંપના ડીલરો દ્વારા ઓઈલ કંપનીની દાદાગીરી સામે આવતીકાલે વિરોધ નોંધાવાશે. જેમાં રાજ્યભરમાં બારસો પેટ્રોલ પંપમાં સીએનજીનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.


આ નિર્ણય લેવા પાછળનું કારણ ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે થઈ રહેલી માર્જિન અંગેનો વિવાદ જવાબદાર છે. જોકે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કમિશન/માર્જિન વધારવાના મુદ્દાઓને લઈને પેટ્રોલ પંપ ડીલરોએ લાંબા સમય સુધી દર ગુરુવારે CNGનું વેચાણ બંધ કર્યું હતું તેમજ પેટ્રોલ CNGની ખરીદી પણ અટકાવી દીધી હતી. આ દરમિયાન આ મુદ્દે માત્ર ચર્ચાઓ જ થઈ હતી, કોઈ સમાધાન થયું ન હતું. માર્જિન વધારી દેવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ પણ આ જ દિવસ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય અમલમાં આવ્યો નથી.


અનેક વખતની રજુઆત બાદ કોઈ સમાધાન ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના (Gujarat CNG Pump) તમામ 1200 સીએનજી પંપ પર 17 ફેબ્રુઆરીના બપોરે 1:૦૦ થી 3:૦૦ CNG Pump ગેસ વેચાણ બંધ રાખશે.

CNG પંપ બંધ રહેવાના કારણે CNG વાહનચાલકો મુશ્કેલીમાં મુકાશે. ઇમરજન્સી કામ માટે બહાર નીકળતા લોકોને મુશ્કેલી થઈ શકે છે. મોટાભાગે શાળા-કોલેજોની બસ અને વેન (school van) પણ CNG વાળી હોય છે. તેમજ આવતી કાલથી બધી શાળા અને કોલેજો ઓફલાઈન ખોલવાની જાહેરાત પણ થઈ છે.  


ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર જણાવે છે કે, સીએનજીનું ડીલર માર્જિન 1 જુલાઈ 2019ના રોજ વધારવાનું નક્કી કર્યુ હતુ. જેને આજે 30 મહિના થઇ ગયા છતાં ડીલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. જોકે, અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવી છે. પરંત ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરવા છતાં માર્જિન વધારો કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યુ કે, માર્જિન ન વધારવાના કારણે 17 ફેબ્રુઆરી 2022ના ગુજરાતના 1200 સીએનજી પંપ પર બપોરના 1:૦૦ થી 3:૦૦ કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચીમકી ઉચારી છે કે, ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.


જોકે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચીમકી બાદ કોઈ નિર્ણય ઓઇલ કંપની દ્વારા લે છે કે નહીં તે જોવું રહ્યું. તેમજ આવતીકાલે CNG પંપ બંધ રહેવાના કારણે આજે CNG પંપ પર પુષ્કળ ધસારો રહેશે, જેથી આજે ટ્રાફિકની સમસ્યા ઉદભવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top