ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું

ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું

05/20/2022 Business

SidhiKhabar

SidhiKhabar

ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું

તમને ખબર હશે કે ભારતીય શેરબજારે (Indian Stock Market) 23 માર્ચ 2020 ના રોજ કોરોના રોગચાળાને કારણે તેનું સૌથી નીચલું સ્તર બનાવ્યું હતું. જોકે બાદમાં શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ખાસ કરીને, કોવિડ પછીની રેલીમાં, દલાલ સ્ટ્રીટે રોકાણકારોને સારી સંખ્યામાં મલ્ટિબેગર શેર આપ્યા હતા. ટાટા પાવરનો શેર આ મલ્ટિબેગર શેરોમાંનો એક છે, જેણે રોકાણકારોને વળતર આપ્યું છે. આગામી સમયમાં વધુ વધારો થવાની શક્યતા બજારના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.


શેરબજારમાં કરેક્શન પછી, ટાટા પાવરનો (TATA Power) આ શેર છેલ્લા બે વર્ષમાં 18 મે, 2022ના રોજ રૂ. 30 થી વધીને રૂ. 237.5 થયો હતો. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન તેણે રોકાણકારોને લગભગ 700 ટકા વળતર આપ્યું હતું. ખાસ વાત એ છે કે રુસ-યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા કેટલાક મહિનામાં બજારમાં ભારે વેચવાલી છતાં આ મલ્ટીબેગર સ્ટોક તેના શેરધારકોને આટલું ઊંચું વળતર આપવામાં સફળ રહ્યો છે. Livemint અનુસાર, 3 એપ્રિલ, 2020 ના રોજ, ટાટા પાવર NSE પર લગભગ રૂ. 30 પર ટ્રેડ કરી રહ્યો હતો.


6 એપ્રિલ, 2022ના રોજ ટાટાનો આ શેર રૂ. 298.05ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, પરંતુ પાછળથી તેમાં ઘટાડો થયો હતો. આજે સવારે 10.23 વાગ્યે ટાટા પાવરનો શેર BSE પર 2.84 ટકાના ઘટાડા સાથે રૂ. 231 પર ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા દોઢ વર્ષમાં 20 ટકાથી વધુ ઘટ્યો છે.


વર્ષ ટુ ડેટ (YTD) એટલે કે આ વર્ષની 1 જાન્યુઆરીથી આજ સુધી વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક લગભગ 6 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં, ટાટાના આ શેરે તેના શેરધારકોને 4.5 ટકાનું સાધારણ વળતર આપ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ટાટા પાવરના શેરની કિંમત 104 રૂપિયાથી વધીને 231 રૂપિયા થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top