દિલ્હીમાં બ્લાસ્ટ કરનાર આતંકી ઉમર નબી જ નીકળ્યો, પોલીસને આશંકા છે કે તેના પરિવારને પણ આ અંગે જાણ ...., જાણો વિગતે
10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ કરી દેશની રાજધાનીને હચમચાવનાર આંતકી અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ કરી છે કે, હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકવાદી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકવાદી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો. જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા.
માહિતી મુજબ, ઉમર નબી ફરીદાબાદના વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો સદસ્ય હતો. આ આતંકવાદીએ 11 દિવસ અગાઉ જ આ કાર ખરીદી હતી. જો કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા ફરીદાબાદ અને કાશ્મીરમાં થયેલી કાર્યવાહી જોઈ આતંકવાદી ગભરાઈ ગયો હતો, અને તેણે ઉતાવળમાં આ બ્લાસ્ટ કર્યો હોવાનો પોલીસને આશંકા છે. પુલવામાના સાંબુરા ગામના રહેવાસી ઉમરની માતા અને ભાઈના ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા, અને જ્યારે કારમાં મળેલા શરીરના અવશેષો સાથે મેચ કરવામાં આવ્યા ત્યારે તે 100% મેચ થયા હોવાનું જાણવા મળ્યું. મૃતકના દાંત, હાડકાં અને અન્ય અવશેષો માતા અને ભાઈના નમૂનાઓ સાથે મેચ કરવામાં આવ્યા હતા. પોલીસને એમ પણ આશંકા છે કે, આતંકવાદીના પરિવારને પહેલેથી જ જાણ હતી કે તે કટ્ટરપંથી બની ગયો છે છતાં તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કરી નહીં.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
નોંધનીય છે કે, બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સરકારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટનાને આતંકવાદી હુમલો માન્યો છે. જો કે NIA દ્વારા સમગ્ર કેસની સઘન તપાસ ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp