તાલિબાનને લઇને ભારતના સ્ટેન્ડ પર દુનિયાએ લગાવી મહોર, યુએન ઠરાવમાં 116 દેશોએ તાલિબાન વિરુદ્ધ દરખ

તાલિબાનને લઇને ભારતના સ્ટેન્ડ પર દુનિયાએ લગાવી મહોર, યુએન ઠરાવમાં 116 દેશોએ તાલિબાન વિરુદ્ધ દરખાસ્તને આપી મંજૂરી

11/11/2022 World

SidhiKhabar

SidhiKhabar

તાલિબાનને લઇને ભારતના સ્ટેન્ડ પર દુનિયાએ લગાવી મહોર, યુએન ઠરાવમાં 116 દેશોએ તાલિબાન વિરુદ્ધ દરખ

જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનો તાંડવ મચાવી રહ્યા હતા અને સમગ્ર વિશ્વની સામે લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું હતું ત્યારે તમામ દેશો ચૂપ હતા. તેનો ફાયદો ઉઠાવીને તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી અને ચૂંટાયેલી સરકારને સત્તા પરથી હટાવી દીધી. પરંતુ આખી દુનિયા આના પર મૌન હતી. માત્ર ભારતે જ તાલિબાનનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને સમગ્ર વિશ્વ માટે ખતરો ગણાવ્યો હતો. મોડે મોડે પણ આખરે આખી દુનિયાને એ વાસ્તવિકતાનો અહેસાસ થયો છે જે વર્ષો પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તેથી જ વિશ્વના તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તાલિબાન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો. આ કારણે પીએમ મોદીએ જે અગાઉ કહેલી વાતો પર પણ મહોર લાગી ગઈ.


યુએન જનરલ એસેમ્બલીએ ગુરુવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં તાલિબાન પર અફઘાન મહિલાઓ અને છોકરીઓના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે તાલિબાન પર એક પ્રતિનિધિ સરકારની સ્થાપના કરવામાં નિષ્ફળ રહેવાનો અને દેશને "ગંભીર આર્થિક, માનવીય અને સામાજિક પરિસ્થિતિ"માં મૂકવાનો આરોપ મૂક્યો છે. ઠરાવમાં 15 મહિના પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી દેશમાં સતત હિંસા અને અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો તેમજ "વિદેશી આતંકવાદી લડવૈયાઓ" નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 


સંયુક્ત રાષ્ટ્રમાં જર્મનીના રાજદૂત એન્ટજે લીઇન્ડરસેએ આશા વ્યક્ત કરી હતી કે 193 સભ્યોની જનરલ એસેમ્બલી જર્મની દ્વારા પ્રસ્તાવિત ઠરાવને સર્વસંમતિથી પસાર કરશે. આખરે એવું થયું અને દરખાસ્તને 116 સભ્યોએ મંજૂરી આપી. રશિયા, ચીન, બેલારુસ, બુરુન્ડી, ઉત્તર કોરિયા, ઇથોપિયા, ગિની, નિકારાગુઆ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સહિત દસ દેશોએ ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા હતા. આમ 67 દેશોએ મતદાન કર્યું નથી.


ભારતે ખુલ્લેઆમ તાલિબાન વિરુદ્ધ અને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ પાકિસ્તાન, ચીન, રશિયા અને ઉત્તર કોરિયા સહિત વિશ્વના 67 દેશોએ અફઘાનિસ્તાનની સાથે ઊભા રહેવાનો મત આપ્યો હતો. આ હોવા છતાં, તાલિબાન વિરુદ્ધ ઠરાવ પ્રચંડ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવતાની સાથે જ ભારતે અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ, હક્કાની નેટવર્ક જેવા ખતરનાક આતંકવાદી જૂથો સાથે તેમના જોડાણની શક્યતા વ્યક્ત કરી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં આતંકવાદ વધવાની આશંકા પણ હતી. તાલિબાન વિરૂદ્ધ પસાર કરાયેલા ઠરાવમાં ક્યાંકને ક્યાંક ભારત દ્વારા કહેવામાં આવેલી આ વાતોને સત્ય તરીકે સ્વીકારવામાં આવી છે. આ એક રીતે ભારતની મોટી જીત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top