મર્જરની જાહેરાત બાદ HDFC કંપનીના આ ચાર શેરમાં જબરજસ્ત ઉછાળ, શેરધારકોને થશે ફાયદો

મર્જરની જાહેરાત બાદ HDFC કંપનીના આ ચાર શેરમાં જબરજસ્ત ઉછાળ, શેરધારકોને થશે ફાયદો

04/04/2022 Business

SidhiKhabar

SidhiKhabar

મર્જરની જાહેરાત બાદ HDFC કંપનીના આ ચાર શેરમાં જબરજસ્ત ઉછાળ, શેરધારકોને થશે ફાયદો

બિઝનેસ ડેસ્ક : HDFC બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે HDFC સાથે HDFC ઇન્વેસ્ટમેન્ટ્સ અને HDFC હોલ્ડિંગ્સને HDFC બેન્કમાં મર્જ કરવાની મંજૂરી આપી છે. HDFCનું HDFC બેન્ક સાથે મર્જરની જાહેરાત બાદ શેર બજારમાં જબરજસ્ત ઉછાળ જોવા મળી રહ્યો છે. જ્યાં રોકાણકારોને એચડીએફસી (HDFC), એચડીએફસી બેંક (HDFC bank), એચડીએફસી લાઈફ (HDFC Life) અને એચડીએફસી એએમસીનાં (HDFC AMC) શેરમાં તગડો નફો થયો છે. HDFCનાં શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. HDFC એ દેશની અગ્રણી હોમલોન ધિરાણકર્તા કંપની છે.


શેરધારકોને થશે ફાયદો

શેરધારકોને થશે ફાયદો

જાહેરાત મુજબ, HDFC અને HDFC બેન્કના મર્જરના ભાગરૂપે, HDFCના પ્રત્યેક 25 શેર માટે, HDFC બેન્કના 42 શેર આપવામાં આવશે. જાહેર શેરધારકો HDFC બેન્કમાં 100% હિસ્સો ધરાવે છે અને HDFCના હાલના શેરધારકો HDFC બેન્કમાં 41% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત આ મર્જર પછી HDFC બેંકનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ઘણો મજબૂત બનશે તેમજ તેણે HDFCનાં ગ્રાહકોનો પણ લાભ મળશે.

રિપોર્ટ અનુસાર નું HDFCની કુલ સંપતિ 6.23 લાખ કરોડ રૂપિયા છે જ્યારે HDFC બેન્કની કુલ સંપતિ 19.38 લાખ કરોડ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે આ મર્જર પછી તેની એસેટ ગુણવત્તામાં સુધારો થશે. આ મર્જર નાણાકીય વર્ષ 2022-23નાં બીજા અથવા ત્રીજા કવાર્ટર સુધીમાં પૂર્ણ થઇ જશે.


HDFC ગ્રુપની કંપનીઓમાં જબરજસ્ત ઉછાળો

HDFC ગ્રુપની કંપનીઓમાં જબરજસ્ત ઉછાળો

પ્રાપ્ત માહિતી અનુસાર, મર્જરનાં સમાચાર સામે આવ્યા બાદ HDFC ગ્રુપના શેરોમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 10 વાગ્યે HDFC બેન્કનો શેર 10.25%નાં વધારા સાથે 1660 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. 1725 રૂપિયા તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. HDFCનો શેર 14.25%નાં વધારા સાથે 2801 રૂપિયાની સપાટી પર જોવા મળ્યો હતો. 52 સપ્તાહની ઊંચી કિંમત 3021 રૂપિયા છે. HDFC લાઈફ ઇન્સ્યોરન્સનો શેર 6% વધીને 583 રૂપિયાના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો. 775 રૂપિયા તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

હાલમાં નિફ્ટીમાં (Nifty) HDFC અને HDFC બેંકનું કુલ વેઇટેજ 15% છે. આ જ કારણ છે કે જ્યારે આ બે શેરોમાં હલચલ થાય છે ત્યારે શેરબજારમાં પણ ફેરફાર જોવા મળે છે. આ મર્જર અંગે HDFCનાં ચેરમેન દીપક પારેખે કહ્યું કે આનાથી બેન્કની બેલેન્સ શીટમાં સુધારો થશે, જે અર્થતંત્રને મદદ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top