યુપીમાં ચોરીનો અજીબ કિસ્સો : ચાલતી ટ્રકમાંથી ચોરો ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા

યુપીમાં ચોરીનો અજીબ કિસ્સો : ચાલતી ટ્રકમાંથી ચોરો ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા

12/03/2021 National

SidhiKhabar

SidhiKhabar

યુપીમાં ચોરીનો અજીબ કિસ્સો : ચાલતી ટ્રકમાંથી ચોરો ફાઈટર જેટનું ટાયર ચોરી ગયા

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેટલાક ચોરોએ વિચિત્ર પ્રકારે ચોરી કરી હતી. આ ચોરો એક ટ્રકમાંથી વાયુસેનાના ફાઈટર જેટનું એક પૈંડું ચોરી ગયા હતા. વળી આ ચોરી ટ્રાફિક જામ દરમિયાન રસ્તા પર ઉભેલી ટ્રકમાંથી કરવામાં આવી હતી. ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. 


ઘટનાની મળેલી વિગતો અનુસાર, આ ઘટના 27 નવેમ્બરના રોજની છે, પરંતુ એક ડિસેમ્બરના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, રાત્રે લગભગ સાડા બારથી એકની વચ્ચે જ્યારે શહીદ પથ ઉપર ટ્રાફિક જામ હતો ત્યારે ટ્રકની પાછળ આવતી કાળા રંગની સ્કોર્પિયો કારમાંથી કેટલાક લોકોએ બેલ્ટ કાપીને ટાયર ચોરી ગયા હતા. 

ડ્રાઈવરે જણાવ્યું કે, તેને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હતું અને તેણે ત્યારબાદ તુરંત જ પોલીસને જાણ કરી. 


ટ્રક ટાયરો લઈને જોધપુર એરબેઝ જઈ રહી હતી

આ ટ્રકમાં ફાઈટર જેટ મિરાજના પાંચ ટાયરોને લખનઉના બખ્શી તાલાબ એરબેઝથ રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે મોકલવામાં આવી રહ્યા હતા. જેમાંથી પ્લેનનું એક ટાયર ચોરી થઇ ગયું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને શહીદ પથની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ પણ કરવામાં આવી રહી છે, જેથી સામેલ લોકોને જલ્દીથી પકડી શકાય. 

એક અહેવાલ અનુસાર, ડ્રાઈવર જ્યારે બાકીના ચાર ટાયરો લઈને જોધપુર એરબેઝ પહોંચ્યો ત્યારે ત્યાં એરફોર્સની પોલીસે તેને હિરાસતમાં લઇ લીધો હતો. સેનાને ષડ્યંત્રના ભાગરૂપે આ ચોરી થઇ હોવાની આશંકા છે. અધિકારીઓનું કહેવું છે કે જે ટાયરનો વિમાન સિવાય ક્યાંય ઉપયોગ ન થઇ શકતો હોય તેનું આ રીતે ચોરાઈ જવું શંકાનું કારણ બને છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top