દુબઈથી પરત ફરેલા 30 લોકો કોરોનાથી સંક્રમિત, 500 થી વધુ લોકો લગ્નમાં હાજરી આપવા ગયા હતા

દુબઈથી પરત ફરેલા 30 લોકો કોરોનાથી સંક્રમિત, 500 થી વધુ લોકો લગ્નમાં હાજરી આપવા ગયા હતા

12/04/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દુબઈથી પરત ફરેલા 30 લોકો કોરોનાથી સંક્રમિત, 500 થી વધુ લોકો લગ્નમાં હાજરી આપવા ગયા હતા

અમદાવાદ: કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે અને કર્ણાટકમાં તેના બે કેસ નોંધાયા હતા. ઉપરાંત ગુજરાતમાં જામનગર આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સ્થાનિક તંત્ર પણ ચિંતામાં મૂકાયું હતું, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે દુબઈથી અમદાવાદ આવેલા લગભગ 30 જેટલા લોકો એકસાથે કોરોના પોઝીટિવ આવ્યા છે. 


એક અહેવાલ અનુસાર, અમદાવાદથી જુદી-જુદી ફ્લાઈટ મારફતે કુલ 550 લોકો દુબઈ લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા, જ્યાં તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 

મીડિયા અહેવાલ અનુસાર, 30માંથી મોટાભાગના લોકોની ઉંમર 16 થી 24 વર્ષ હોવાનું જાણવા મળે છે. હાલ આ તમામને ખાનગી હોસ્પિટલો અને આઈસોલેશન સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા છે અને જરૂરિયાત અનુસાર સારવાર શરૂ કરી દેવામાં આવી છે. 


દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે. જે બંને કેસ કર્ણાટક રાજ્યમાં જોવા મળ્યા છે. હાલ બંને વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, વેરિયન્ટના આગમન બાદ સરકારે સતર્કતા વધારી દીધી છે અને દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

ગુજરાત માટે રાહતની વાત એ છે કે અહીં હજુ સુધી એક પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી. જામનગર આવેલ યુવકનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો, જેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત, આજે યુકેથી અમદાવાદ આવેલ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top