ગુજરાતના ખેડૂતોના વહારે આવી આ બેન્ક, 0% વ્યાજે આપશે લોન

ગુજરાતના ખેડૂતોના વહારે આવી આ બેન્ક, 0% વ્યાજે આપશે લોન

11/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના ખેડૂતોના વહારે આવી આ બેન્ક, 0% વ્યાજે આપશે લોન

ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદે રડાવ્યા. આ કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો. કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ખૂબ મોટા પ્રમાણમા નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી છે.


રાજકોટ જિલ્લા સહકારી બેંકની કૃષિ લોનની જાહેરાત

રાજકોટ જિલ્લા સહકારી બેંકની કૃષિ લોનની જાહેરાત

આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી માર્ફત ધિરાણ લેતા અંદાજે 2,25,000 ખેડૂત સભાસદો માટે 1300 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને હેક્ટર દીઠ 12500 રૂપિયા અને વધુમાં વધુ 65000 રૂપિયાનું 0%એ 1 વર્ષની મુદત માટે કૃષિલોન આપવાનો નિર્ણય કરતા લેવામાં આવ્યો છે. બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ આ નિર્ણય લીધો છે. આ કૃષિલોન ખેડૂતોને 0%એ આપવાથી બેન્કને થનાર અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ ખેડૂતો વતી બેન્ક ભોગવશે.


રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ શું કહ્યું

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ શું કહ્યું

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેંક હંમેશાં ખેડૂતોની બેંક રહી છે. ખેડૂતો માટે આજે બેંક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બેંકના સભાસદ 2.25 લાખ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બેંકના સભાસદ ખેડૂતોને હેક્ટર દીઠ 12500 સુધીની લોન મળવાપાત્ર થશે. જ્યારે વધુમાં વધુ 65 હજારની લોન અપાશે. રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળશે. ખેડૂતોને માવઠાંથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન ખૂબ મહત્ત્વની છે. ખેડૂતો પાસેથી વધારાના કોઈ કાગળો લેવામાં આવશે નહીં. જેવી રીતે ધીરાણ મેળવીએ છીએ એજ રીતે મંડળીમાં કાગળો આપીને લોન મેળવી શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top