રોકાણકારોમાં ખુશીની લહેર! 1200% કરતા પણ વધુ વળતર આપ્યા બાદ હવે આ કંપની આપશે 4 ઘણુ ડિવિડન્ડ
બિઝનેસ ડેસ્ક : શેરબજારમાં રોકાણ કરવા માટે જેટલું વધુ સંશોધન જરૂરી છે તેટલી વધુ ધીરજ પણ જરૂરી છે. જો રોકાણકારો ધીરજ રાખે તો વધુ સારા ફંડામેન્ટલ શેરો અમુક સમયે સારું વળતર આપશે. આવું જ કંઈક સ્મોલ કેપ કંપની એક્સેલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં જોવા મળ્યું છે. સ્ટોક માર્કેટમાં તેની શરૂઆત થઈ ત્યારથી, આ શેરે તેના રોકાણકારોને 1200% થી વધુ વળતર આપ્યું છે. હવે કંપની તેના શેરધારકોને 450% ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ અંગેનો અંતિમ નિર્ણય એજીએમની બેઠકમાં લેવામાં આવશે.
27 મે 2022ના રોજ, કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 'બોર્ડના સભ્યોએ રૂ. 5 ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર રૂ. 22.50 (450%) ના ડિવિડન્ડની સલાહ આપી છે. આ અંગેનો અંતિમ નિર્ણય એજીએમની બેઠકમાં લેવામાં આવશે. આ ચુકવણી વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાતના 30 દિવસની અંદર પાત્ર શેરધારકોને કરવામાં આવશે. 9 ઓગસ્ટ 2022ના રોજ, બોર્ડના સભ્યોએ એક્સચેન્જને જાણ કરી કે રેકોર્ડ ડેટ 17 સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવી છે.
આ વર્ષે એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં 48.20%નો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેર આ સમયગાળા દરમિયાન રૂ.917ના સ્તરથી રૂ.1360ના સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં રોકાણકારોને 12.03% વળતર મળ્યું છે. એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો કંપનીના શેરની કિંમત 22.97% સુધી ઉછળી છે. 5 જુલાઈ, 2002ના રોજ, NSE પર કંપનીના એક શેરની કિંમત માત્ર 102.90 રૂપિયા હતી. ત્યારથી, કંપનીના શેરમાં 1221.87%નો વધારો થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp