આ ધારાસભ્યની વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ, ગઈકાલે નીમાબેન આચાર્યએ રાજીનામુ આપ્યુ

આ ધારાસભ્યની વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ, ગઈકાલે નીમાબેન આચાર્યએ રાજીનામુ આપ્યું હતું

09/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ ધારાસભ્યની વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ, ગઈકાલે નીમાબેન આચાર્યએ રાજીનામુ આપ્યુ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર પદેથી ગઈકાલે નીમાબેન આચાર્યએ રાજીનામુ આપી દીધા બાદ આજે કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચથી ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ હશે. અધ્યક્ષની આગામી ચૂંટણી સુધી તેઓ અધ્યક્ષ પદે રહેશે.


રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામુ આપ્યું હતું

વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ થોડા દિવસો પહેલા રાજીનામુ આપી દીધું હતું. તેમનો સમાવેશ સીએમ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે. જેથી આ પદ ખાલી પડ્યું હતું. તેમના સ્થાને નીમાબેન આચાર્યને પ્રોટેમ સ્પીકર પદે નીમવામાં આવ્યા હતા. ગઈકાલે તેમણે પણ રાજીનામુ આપ્યું હતું.


નવા સત્રમાં સ્પીકરની ચૂંટણી થશે

ગુજરાત વિધાનસભાના પૂર્ણકાલીન અધ્યક્ષની ચૂંટણી આગામી સત્રમાં કરવામાં આવશે. વિધાનસભાનું આગામી સત્ર ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળનાર છે. બે દિવસના આ ટૂંકા સત્ર દરમિયાન જ નવા સ્પીકરની ચૂંટણી થશે.


નીમાબેન આચાર્ય હશે નવા અધ્યક્ષ

મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે નીમાબેન આચાર્યને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. તેમણે રાજીનામુ એટલા માટે આપ્યું છે જેથી તેઓ અધ્યક્ષની ચૂંટણી લડી શકે. તેમ થાય તો તેઓ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર હશે.

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. ૧૯૯૫માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. ૨૦૦૨માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી ૨૦૦૭માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૨ અને ૨૦૧૭માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.


કોણ હોય છે પ્રો-ટેમ સ્પીકર?

પ્રો-ટેમ શબ્દ આમ તો લેટિન ભાષા પ્રો-ટેમ્પોરનું સંક્ષિપ્ત રૂપ છે. જેનો અર્થ થાય છે- અમુક સમય માટે. પ્રો-ટેમ સ્પીકર સામાન્ય ચૂંટણી કે વિધાનસભા ચૂંટણી બાદ નવા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થાય ત્યાં સુધી સીમિત સમય માટે નિયુક્ત કરવામાં આવે છે. ગૃહના સભ્યોમાંથી સૌથી વરિષ્ઠ એટલે કે જે સૌથી વધુ વખત ચૂંટાઈને આવ્યા હોય તેમને પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવે છે. જોકે, રાજ્યપાલ તેને માન્ય જ રાખે તે પણ જરૂરી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top