જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો થશે આ કામ , રાજ ઠાકરેની ચેતવણી

જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો થશે આ કામ , રાજ ઠાકરેની ચેતવણી

04/18/2022 National

SidhiKhabar

SidhiKhabar

જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો થશે આ કામ , રાજ ઠાકરેની ચેતવણી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે (MNS Chief Raj Thackeray) એ રવિવારે કહ્યું કે, તેઓ ભગવાન રામના દર્શન કરવા માટે 5 જૂને અયોધ્યા જશે. ઉપરાંત, તેમણે કહ્યું કે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (masjid loudspeaker) હટાવવામાં નહીં આવે તો "હિંદુ ભાઈઓ" તૈયાર રહે.

ઠાકરેએ કહ્યું કે, અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ધાર્મિક કરતાં સામાજિક મુદ્દો વધારે છે. MNS વડાએ કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે સમાજની શાંતિ ડહોળાય, પરંતુ "જો લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ રહેશે, તો એક-એક મુસ્લિમને પણ લાઉડસ્પીકર પર અમારી પ્રાર્થનાઓ સાંભળવી પડશે".


અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ઠાકરેએ કહ્યું કે, 1 મેના રોજ હું સંભાજીનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરીશ. 5 જૂને હું અન્ય MNS કાર્યકર્તાઓ સાથે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈશ. હું અન્ય લોકોને પણ અયોધ્યા આવવાની અપીલ કરું છું." અયોધ્યા જવાના હેતુ વિશે પૂછવામાં આવતા ઠાકરેએ કહ્યું કે તેઓ લાંબા સમયથી બહાર ગયા નથી.

જો કે, પ્રેસ કોન્ફરન્સ પછી અયોધ્યા મુલાકાત વિશે બોલતા, ઠાકરેએ કહ્યું, "રામ મંદિર માટે કેટલા કાર સેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારના કારણે ત્યાં રામ મંદિરની સ્થાપના થઈ રહી છે. તેથી જ હું બાંધકામના પ્રારંભિક તબક્કામાં ત્યાં જવા માંગુ છું. ફરીથી, એકવાર મંદિર તૈયાર થઈ જશે, ત્યારે ફરી જોવા જઈશ."


રસપ્રદ વાત એ છે કે રાજ્યની સત્તાધારી શિવસેના અને રાજ ઠાકરે વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ હોવાથી શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે, રાજ્યના મંત્રી આદિત્ય ઠાકરે આવતા મહિને અયોધ્યાની મુલાકાત લેશે.

રાજ ઠાકરેએ તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો કે મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર 3 મે સુધીમાં હટાવી લેવામાં આવે, નહીં તો MNS મસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર 'હનુમાન ચાલીસા' વગાડશે. MNS વડાએ કહ્યું, "લોકો માને છે કે મસ્જિદની ઉપર લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો છે, પરંતુ તે એક સામાજિક મુદ્દો છે. જો તમારે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવું હોય તો અમે મસ્જિદની બહાર પાંચ વખત 'હનુમાન ચાલીસા' વગાડીશું.


તેમણે કહ્યું, "હું તમામ હિન્દુ ભાઈઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. અમે 3 મે સુધી રાહ જોઈશું, જ્યારે રમઝાન સમાપ્ત થશે, પરંતુ જો તેઓ તેને અટકાવશે નહીં, અને જો તેઓ માનશે કે તેમનો ધર્મ ન્યાયતંત્ર કરતા મોટો છે, તો અમે જે પણ થશે તે કરીશું. મનસે આ માટે તૈયારી કરી રહી છે.


ઠાકરેએ કહ્યું કે MNS ક્યારેય નથી ઈચ્છતી કે, દેશમાં સાંપ્રદાયિક રમખાણો કે શાંતિ ડહોળાય. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને માનવીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નેતાના કથિત નિવેદન બાદ કે કોઈને મસ્જિદો પર લાઉડસ્પીકરને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, રાજ ઠાકરેએ કહ્યું, "અમારા હાથ બંધાયેલા નથી." જ્યારે "ઓવૈસી"ના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે MNS વડાએ કહ્યું કે, તેઓ "સ્પાઇનલેસ લોકો" ની વાતનો જવાબ આપતા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top