25 હજારનું રોકાણ કરનારા બન્યાં કરોડપતિ! : 22 રૂપિયાનો આ શેર દસ હજારને પાર કરી ગયો

25 હજારનું રોકાણ કરનારા બન્યાં કરોડપતિ! : 22 રૂપિયાનો આ શેર દસ હજારને પાર કરી ગયો

11/16/2021 Business

SidhiKhabar

SidhiKhabar

25 હજારનું રોકાણ કરનારા બન્યાં કરોડપતિ! : 22 રૂપિયાનો આ શેર દસ હજારને પાર કરી ગયો

બિઝનેસ ડેસ્ક:  પેની સ્ટોકમાં રોકાણ કરવું જોખમી છે, પરંતુ જો કંપનીના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ મજબૂત હોય, તો આ શેરો મજબૂત વળતર આપે છે. આવો જ એક સ્ટોક છે ભારત રસાયણ, જેણે રોકાણકારોને સમૃદ્ધ બનાવી દીધા છે. આ કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરોએ છેલ્લા 20 વર્ષમાં રોકાણકારોને 40,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલે કે ભારત રસાયણના (Bharat Rasayan) શેરમાં 25,000 રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારો 20 વર્ષમાં કરોડપતિ બની ગયા છે.


25,000 રૂપિયાનું રોકાણ કરીને બન્યાં કરોડપતિ

12 નવેમ્બર 2001ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ભારત રસાયણ (Bharat Rasayan)નો શેર રૂ. 22 પર બંધ થયો હતો. જ્યારે 15 નવેમ્બર 2021ના રોજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ભારત રસાયણનો સ્ટોક રૂ.10,100 પર બંધ થયો હતો. જો કોઈ રોકાણકારે 12 નવેમ્બર, 2001ના રોજ કંપનીના શેરમાં રૂ. 25,000નું રોકાણ કર્યું હોત, તો આજની તારીખે આ નાણાં રૂ. 1.14 કરોડ હોત. બીજી તરફ, જો કોઈ રોકાણકારે 12 નવેમ્બર, 2001ના રોજ ભારત રસાયણના સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો હાલમાં આ નાણાં રૂ. 4.5 કરોડ હોત.


છેલ્લા 10 વર્ષમાં ભારત રસાયણ શેરની કિંમતે 8,571% વળતર આપ્યું છે. ભારત રસાયણનો સ્ટોક જે 28 ઓક્ટોબર, 2009ના રોજ રૂ. 68.35 પર હતો તે આ સમયગાળા દરમિયાન વધીને રૂ. 5,939.65 થયો છે. 2009માં આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ હવે રૂ. 86.90 લાખથી વધુ થશે. જંતુનાશક ઉત્પાદકના શેરના ભાવ આ વર્ષની શરૂઆતથી 9.81% વધ્યા છે અને છેલ્લા એક વર્ષમાં 17.73% વધ્યા છે. તેની સરખામણીમાં, બેન્ચમાર્ક સેન્સેક્સ આ વર્ષની શરૂઆતથી 8.82% વધ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 16.5% વધ્યો છે.

જોકે, સ્મોલ કેપ સ્ટોક છેલ્લા એક મહિનામાં 0.06% ઘટ્યો છે અને એક સપ્તાહમાં 3% ઘટ્યો છે. છેલ્લા દસ વર્ષમાં પેઢીની માર્કેટ મૂડીમાં 92.33 ગણો વધારો થયો છે. હાલમાં, તેનું એમ-કેપ 28 ઓક્ટોબર, 2009ના રોજ રૂ. 27.34 કરોડની સરખામણીમાં રૂ. 2,524.35 કરોડ છે. કંપનીએ છેલ્લા 10 વર્ષમાં તેના મોટા ભાગના સાથીદારોને પાછળ રાખી દીધા છે.


રૂ.15,131 સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર

ભારત રસાયણના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 15,131.70 રૂપિયા છે. તેમજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર 8,619.95 રૂપિયા છે. કંપનીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 15%થી વધુ વળતર આપ્યું છે. ભારત રસાયણનું માર્કેટ કેપ રૂ. 4,287 કરોડ છે. છેલ્લા 10 વર્ષમાં ભારત રસાયણ લિમિટેડના શેરની કિંમત વાર્ષિક 56.5 ટકાના CAGR (Compound annual growth rate)થી વધી છે.જ્યારે, છેલ્લા 5 વર્ષમાં, શેરની કિંમત 42.6%ના CAGR પર વધી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top