હવે ઘરબેઠા સોમનાથ મંદિરનું 3D સ્વરૂપ જોઈ શકાશે : મંદિરના ડિજીટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો આરં

હવે ઘરબેઠા સોમનાથ મંદિરનું 3D સ્વરૂપ જોઈ શકાશે : મંદિરના ડિજીટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો આરંભ

09/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હવે ઘરબેઠા સોમનાથ મંદિરનું 3D સ્વરૂપ જોઈ શકાશે : મંદિરના ડિજીટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો આરં

સોમનાથ: ભારતના ૧૨ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ અને પવિત્ર સોમનાથ મંદિરના દર્શન કરવા માટે દર મહિને લાખો શ્રદ્ધાળુઓ પ્રભાસપાટણ આવે છે. આ ઉપરાંત લોકો ઘરે બેસીને દર્શન કરી શકે તે માટે યુ-ટ્યુબ સહિતના વિવિધ માધ્યમો ઉપર સોમનાથ મહાદેવના લાઈવ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ હવે મંદિરના 3D દર્શન કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે, આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


એક જ ક્લિકથી મંદિર પરિસરને જોઈ શકાશે

સોમનાથ મંદિરના દર્શન હવે ઘરે બેઠા 3D વ્યુમાં કરી શકાશે. આ સિવાય 3-Way Digital CAVE VRના માધ્યમથી શ્રદ્ધાળુઓ પોતાના ઘરે બેઠા સ્વયં સોમનાથ મંદિર પરિસરમાં પરિભ્રમણ કરી રહ્યાની અનુભૂતિ કરી શકશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત પ્રયાસથી પ્રભાસ પાટણ સ્થિત શ્રી સોમનાથ મંદિરના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.


બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડેલ પર આધારિત ટેકનોલોજી

બિલ્ડીંગ ઇન્ફોર્મેશન મોડેલ પર આધારિત ટેકનોલોજી

 આ વિશેષ ટેક્નોલોજી બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડલ (BIM) પર આધારિત છે. જેનો ઉપયોગ સંવર્ધન અને પુન: સ્થાપનાની પ્રક્રિયા માટે થઈ શકે છે. આ 3D મોડલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબીશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે અતિઉપયોગી સાબિત થશે અને જો ભવિષ્યમાં જરૂર ઊભી થાય તો, આ 3D પ્રિન્ટેડ મોડલથી સ્ટ્રક્ચરની પ્રતિકૃતિ સરળતાથી તૈયાર થઈ શકે છે. પેરિસના ‘નોટ્રે ડેમ કેથેડ્રલ’માં આગના બનાવ બાદ તેનું પુનઃ નિર્માણ શક્ય બનવું તે આ ટેક્નોલોજીને જ આભારી છે.

જણાવવામાં આવ્યું છે કે, લેટેસ્ટ ટેક્નોલોજીથી એકત્રિત કરેલા ડેટાથી ઓગમેન્ટેડરિયાલિટી (AR) સાથે માહિતીપ્રદ એપ, VR આધારિત વોકથ્રુ એપ, 360° વર્ચુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વીડિયો આઉટપુટ બનાવવામાં આવશે. કોરોના જેવી મહામારીની સ્થિતિમાં ઘરે બેઠેલા લોકો સીધા કનેક્ટ થઈ શકે છે અને પવિત્ર દેવસ્થાનના દર્શન કરી, મંદિરને 3D વ્યુમાં નિહાળી શકશે. નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે અને તેના પરિણામે શ્રી સોમનાથ મંદિર વિશે ભારતભરના શ્રદ્ધાળુઓમાં રુચિ વધશે અને મંદિરની પ્રત્યેક માહિતીથી અવગત થશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જોઈ શકશે.

આ ઉપરાંત, રાજ્ય સરકાર દર્શનાર્થીઓ માટે એક આગવી 3-Way Digital CAVE VRનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોજેક્ટર્સની મદદથી કોઈપણ વ્યક્તિ સ્વયં શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશ કરી, પોતે ફરી રહ્યો છે તેવી અનુભૂતિ કરી શકશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ ડિજિટલ મ્યુઝિયમ, એરપોર્ટ, એક્ઝિબીશનમાં પણ કરવામાં આવશેa


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top