આજરોજ સરકારી કે અન્ય કામકાજ માટે બહાર નીકળતા પહેલા નકામો ફેરો ન થાય એ માટે આ સમાચાર જરૂર વાંચો

આજરોજ સરકારી કે અન્ય કામકાજ માટે બહાર નીકળતા પહેલા નકામો ફેરો ન થાય એ માટે આ સમાચાર જરૂર વાંચો

06/10/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આજરોજ સરકારી કે અન્ય કામકાજ માટે બહાર નીકળતા પહેલા નકામો ફેરો ન થાય એ માટે આ સમાચાર જરૂર વાંચો

આજે પ્રધાન મંત્રી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે દરેક વહીવટી કાર્યકરોને વિવિધ કામો સોંપી દેવાયા છે. માટે નવસારીના ખુડવેલ ગામે ગુજરાત ગૌરવ અભિયાન સંમેલનની ભવ્ય જાહેર સભાને PM મોદી સંબોધવાના છે. તેમજ સભામાં ભાજપે 5 લાખ લોકોને હાજર રાખવાનો સંકલ્પ કર્યો હતો તે મુજબ વિશાળ સભા મંડપ તૈયાર કર્યો છે. ત્યારે આ સભાની જનમેદની ભેગી કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રને પણ કામે લગાડ્યું છે.


એસટી બસો કાર્યક્રમોમાં જતાં મુસાફરોને મુશ્કેલી થશે

પોતાના રોજબરોજના કામ માટે નીકળતા લોકોને આજે થોડી મુશ્કેલી પડી સકે છે કારણ કે, તલાટી, ગ્રામ સેવક, શિક્ષકો, આંગણવાડીવર્કર, આશાવર્કરથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ વહીવટી તંત્ર આજે સભામાં જન મેદની ભેગી કરવાના કામે લાગ્યું છે. જેથી આજે જિલ્લાની સામાન્ય જનતાના કોઈ સરકારી કામો થવા અઘરા છે. સાથે જ એસટી બસો પણ લોકોને સભા સ્થળે લઈ જવાના કામે લાગી હોવાથી બહાર ગામ મુસાફરી કરવામાં પણ લોકોને અગવડ થઈ શકશે.


નાના ફેરિયાઓ-લારી ગલ્લા વાળાને હાજરી આપવા અપીલ

નાના ફેરિયાઓ-લારી ગલ્લા વાળાને હાજરી આપવા અપીલ

નવસારી જિલ્લામાં પ્રધાન મંત્રી આવી રહ્યા છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્ય ભાર માંથી મોટી સંખ્યામાં પ્રધાન મંત્રીની સભામાં હાજર રહેવા માટે સામાન્ય નાગરિકને પણ તંત્ર દ્વારા જણાવાયું છે. ત્યારે બારડોલી વિસ્તારના નાના ફેરિયાઓ તેમજ લારી ગલ્લા વાળાને પણ પીએમના કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. આમ સુરત જિલ્લા વહીવટી તંત્ર વડાપ્રધાનનો કાર્યક્રમ સુપેરે પાર પાડવાના કામે લાગ્યું છે. ત્યારે આમ જનતાના સરકારી કામો આજના દિવસે થવા મુશ્કેલ બન્યા છે.


મોદી આજે 900 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને 2150 કરોડના કામોનું ખાતમુર્હૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુડવેલથી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના સામૂહિક રીતે અંદાજીત રૂ.900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજીત રૂ.2150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરશે. જેમાં વડાપ્રધાન સુરત જિલ્લા માટે ‘માંડવી ગૃપ ફોર સુરત જૂથ પાણી પૂરવઠા યોજના’નું ખુડવેલથી ઈ-ખાતમુહૂર્ત કરશે.


બારડોલી-મહુવા-અનાવલ હાઇવે વન-વે

બારડોલી-મહુવા-અનાવલ હાઇવે વન-વે

પીએમના કાર્યક્રમને લઇ બારડોલી પ્રાંત અધિકારી જાહેર કરેલ હુકમમાં જણાવ્યા મુજબ ધુલિયા ચોકડીથી કણાઈ ત્રણ રસ્તા-તરસાડી ત્રણ રસ્તા-મહુવા પૂર્ણા નદી નવો બ્રિજ- મિનયા પૂર ત્રણ રસ્તા- કાછલ-કારચેલીયા-વાંસકુઇ અને વાસકુઇથી અનાવલ અને વાસકુઇથી સણવલ્લા ત્રણ રસ્તા સુધી વનવે તેમજ મોટા વાહનો માટે પ્રતિબંધ રાખવામા આવ્યો છે. જોકે મેડિકલ, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.


શિક્ષકો પણ વ્યસ્ત

શિક્ષકો પણ વ્યસ્ત

વેકેસન બાદ શાળા શરૂ થવાને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રામજનોના નામ અને ફોન નંબર સાથેની યાદી આપી ફોન કરી પ્રધાનમંત્રીની સભામાં જવા માટે તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top