Tokyo Olympics: ભારતની પુરુષ ટીમે હોકીમાં ન્યુ-ઝીલેન્ડને આટલા ગોલથી હરાવી વિજયી શરૂઆત કરી

Tokyo Olympics: ભારતની પુરુષ ટીમે હોકીમાં ન્યુ-ઝીલેન્ડને આટલા ગોલથી હરાવી વિજયી શરૂઆત કરી

07/24/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

Tokyo Olympics: ભારતની પુરુષ ટીમે હોકીમાં ન્યુ-ઝીલેન્ડને આટલા ગોલથી હરાવી વિજયી શરૂઆત કરી

સ્પોર્ટ્સ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સની (Tokyo Olympics) શાનદાર શરૂઆત સાથે જ ભારતીય ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન બતાવી રહ્યા છે. ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સમાં ન્યુ-ઝીલેન્ડની ટીમને (New Zealand) 3-2થી હરાવી વિજયી શરૂઆત કરી હતી.

ભારતીય ખેલાડી રૂપિંદર પાલસિંહે પ્રથમ ક્વાર્ટરમાં ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. તો બીજી તરફ, કેન રસેલે ન્યુ-ઝીલેન્ડ માટે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો અને સ્કોર સમાન લાવી દીધો હતી. ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતું. આ મેચ જીતવામાં હરમનપ્રીત સિંહ અને શ્રીજેશનું ખાસ યોગદાન રહ્યું હતું.

બીજા ક્વાર્ટરમાં બંને ટીમો દ્વારા આક્રમક હોકી રમાઈ હતી. બંને હરીફો એકબીજા સામે ગોલ કરવા માટે તલપાપડ હતા. દરમ્યાન, ભારત તરફથી હરમનપ્રીતસિંહે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી હતી. આ જ ભારતની જીત તરફની દાવેદારી પણ હતી. ત્રીજા ક્વાર્ટરમાં, ન્યુ-ઝીલેન્ડની ટીમે વાપસી કરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જોકે, ભારતીય ટીમે પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ પેનલ્ટી કોર્નરનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને હરમનપ્રીતસિંહે ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને બીજો ગોલ કરીને ભારતને 3-1થી લીડ અપાવી હતી.

આ પછી, ન્યુઝીલેન્ડની ટીમે ગોલ કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો પરંતુ તે ભારતની મજબૂત ડિફેન્સ સિસ્ટમ લાઇનની સામે આગળ વધી શકી નહીં. જોકે, ત્યારબાદ ન્યુ-ઝીલેન્ડના જેનેસે સ્કોર કર્યો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં ન્યુ ઝિલેન્ડનો સ્કોર વધ્યો અને બંને ટીમનો સ્કોર 3-2 થયો હતો.

મનદીપસિંહે અંતિમ ક્વાર્ટરમાં ભારત માટે એક તક ઉભી કરી પરંતુ ન્યુ-ઝીલેન્ડના ખેલાડીઓ ગોલ બચાવવામાં સફળ રહ્યા હતા. ન્યુ-ઝીલેન્ડને પેનલ્ટી કોર્નર પણ મળ્યો. પરંતુ ભારત તરફથી શ્રીજેશે બચાવ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી. આખરે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 3-2થી પરાજિત કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top