ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ડબલ ધમાકા! મનીષ નરવાલને ગોલ્ડ, સિંહરાજને સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ડબલ ધમાકા! મનીષ નરવાલને ગોલ્ડ, સિંહરાજને સિલ્વર મેડલ

09/04/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ડબલ ધમાકા! મનીષ નરવાલને ગોલ્ડ, સિંહરાજને સિલ્વર મેડલ

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક (Paralympics) રમતોમાં આજનો દિવસ ભારત માટે ખુશીઓના ડબલ ધમાકા લઈને આવ્યો છે. પેરા પ્લેયર મનીષ નરવાલે (Manish narwal) P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટ શૂટ કરી ગોલ્ડ (Gold) મેડલ મેળવ્યું. આ ગોલ્ડ સાથે મનીષે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને (India) ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ જ ઇવેન્ટમાં ભારતના સિંહરાજ અદાનાએ (Sinhraj Adana) સિલ્વર (silver) મેડલ પર કબજો કર્યો હતો. ઓગણીસ વર્ષના માનીષ નરવાલે 218.2 નો સ્કોર કરીને પેરાલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો. આ સાથે જ મંગળવારે બ્રોન્ઝ મેડલ જીતનાર અદાનાએ 216.7 પોઇન્ટ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો.


પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેળવનારા ભારતીય તેજસ્વી તારલા

મનીષ પહેલા, 19 વર્ષીય અવની લેખારાએ શૂટિંગમાં જ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો. આ સિવાય અવનીએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન એસએચ 1 ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ અવની બે પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. તેના સિવાય, બરછી ફેંકનાર સુમિત એન્ટિલે આ રમતોમાં શાનદાર પદાર્પણ કર્યું અને પુરૂષોની F64 ઇવેન્ટમાં બીજી વખત ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ રેકોર્ડ તોડ્યો. તેણે તેના પાંચમા પ્રયાસમાં ભાલાને 68.55 મીટર પર મોકલ્યો, જે તે દિવસનો શ્રેષ્ઠ રેકોર્ડ હતો. પેરાલિમ્પિક્સમાં અત્યારસુધીમાં ભારતને 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળીને 15 મેડલ મળ્યા છે.

 


ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાનો મોટો આરોપ, કહ્યું- રાષ્ટ્રીય કોચે ઓલિમ્પિક ક્વોલિફાયરમાં મેચ ફિક્સ કરવાનું કહ્યું હતું

ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોયે તેને માર્ચમાં ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન મેચ હારવાનું કહ્યું હતું અને તેથી જ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં સિંગલ્સ કેટેગરીમાં રોયની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) તરફથી મનીકાને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી કે તેણીએ નેશનલ કોચની મદદ લેવાની ના પડીને શિસ્તભંગ કર્યો છે. અને સાથે સાથે રમતની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ નોટિસના જવાબમાં મનિકા બત્રાએ કહ્યું કે કોચે તેમની શિષ્યાને જીતાડવા માટે મને જાણી જોઈને હારી જવા માર્ટે દબાણ કર્યું હતું. જેથી કરીને તેમની શિષ્યા ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં ક્વોલિફાય થઈ શકે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીકાએ એમ પણ કહ્યું કે તેની પાસે આ અંગેનાં પુરાવા પણ છે, જે તે સંબંધિત સત્તાધીશ સામે રજુ પણ કરશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top