આ અઠવાડિયાની ટોપ સીરિયલનું TRP લિસ્ટ જાહેર, જાણો કઈ સિરિયલે બાજી મારી?

આ અઠવાડિયાની ટોપ સીરિયલનું TRP લિસ્ટ જાહેર, જાણો કઈ સિરિયલે બાજી મારી?

06/15/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ અઠવાડિયાની ટોપ સીરિયલનું TRP લિસ્ટ જાહેર, જાણો  કઈ સિરિયલે બાજી મારી?

બૉલીવુડ ડેસ્ક : ભારતમાં ફિલ્મોની સાથે-સાથે ટીવી સીરિયલનો ક્રેઝ પણ વધેલો છે. દેશના દરેક ઘરમાં ટીવી સીરિયલનો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે આ સીરિયલોમાં કોણ આગળ છે તેને માપતું ટીઆરપી લીસ્ટ આવી ગયું છે. દર્શકો એ જાણવા ઉત્સાહિત રહેતા હોય છે કે તેમનો પસંદગીનો શો ક્યા નંબર પર છે. ત્યારે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે આ અઠવાડિયામાં ટોપ 5 ટીવી સીરિયલમાં કોણ છે અને કયા નંબર પર છે. આ TRP લિસ્ટને ઓમરેક્સ મીડિયા દ્વારા જાહેર કરાઈ છે.


તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

સબ ટીવી પર આવતો ઓલ ટાઈમ હિટ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકોની પસંદગીની ટીવી સીરિયલ્સમાંનો એક છે. જેના આધારે આ અઠવાડિયામાં ટોપ ટીવી સીરિયલ્સની ટીઆરપી લિસ્ટમાં આ કોમેડી શોએ નંબર વનની બાજી મારી છે. હાલ આ શોમાં દયાબેનની એન્ટ્રી થવા અંગે ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે.


અનુપમા

અનુપમા

ગયા અઠવાડિએ ટીઆરપી લીસ્ટમાં નંબર વનનો તાજ મેળવનાર રુપાલી ગાંગુલીનો જાણીતો શો અનુપમા આ વખતે નીચે આવી ગયો છે. આ અઠવાડિએ અનુપમાને દર્શકોએ ઓછો પસંદ કર્યો છે. જેથી તે ટીઆરપી લીસ્ટમાં બીજા નંબર પર રહ્યો છે.


ધ કપિલ શર્મા શો

ધ કપિલ શર્મા શો

સોની ટીવીના સૌથી મોટા શોમાંના એક ધ કપિલ શર્મા શોએ આ વખતે ટોપ 5 સીરિયલમાં એન્ટ્રી મારી છે. મશહૂર કોમેડિયન કપિલ શર્માનો આ શો પોતાના અંતિમ પડાવ પર છે. એવામાં સાઉથ એક્ટર કમલ હાસન શોમાં આવ્યા બાદ શોની ટીઆરપીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જેનાથી આ શો ત્રીજા નંબર પર રહ્યો હતો.


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

13 વર્ષોથી નાના પડદા પર પોતાની પકડ જમાવી રાખનાર ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ આ ટીઆરપી લિસ્ટમમાં ચોથા નંબર છે. જો કે ગયા અઠવાડિયાની સરખામણીએ આ શોને બે પાયદાન નીચે આવવું પડ્યું છે.


કુંડલી ભાગ્ય

કુંડલી ભાગ્ય

જીટીવીનો જાણીતો શો કુંડલી ભાગ્ય છેલ્લા બે સપ્તાહથી એક જ સ્થાન પર યથાવત રહ્યો છે. કુંડલી ભાગ્ય ટીવી સીરિયલ્સની આ ટીઆરપી લિસ્ટમાં નંબર 5 પર છે. જો કે, સતત ટોપ 5માં આવવું આ શો માટે મોટી વાત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top