ટ્રૂકોલરના આ નવા ફિચર્સ વિશે જાણ્યું? ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સ્માર્ટ SMS..કંઈ કેટલું

ટ્રૂકોલરના આ નવા ફિચર્સ વિશે જાણ્યું? ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સ્માર્ટ SMS..કંઈ કેટલું

03/25/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ટ્રૂકોલરના આ નવા ફિચર્સ વિશે જાણ્યું? ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સ્માર્ટ SMS..કંઈ કેટલું

ટેકનોલોજી ડેસ્ક: ટ્રૂકોલર (truecaller) એક એવી એપ છે જેમાં તમે કોઈ નંબર ઇનપુટ કરો એટલે એ યુઝરની નામ સહિત અનેક માહિતી પ્રાપ્ત થાય છે. આ એપ લગભગ દરેક લોકોના ફોનમાં જોવા મળે છે કારણકે અમુક એવા અજાણ્યા નંબર પરથી ફોન આવે એટલે ટ્રૂકોલર તરત જ નામ સાથે આ નંબરની માહિતી આપે છે તેથી યુઝરને સરળતા રહે છે. તેમજ ટ્રૂકોલર અમુક સ્પેમ કોલ કે ફ્રોડ કોલને ડિટેક્ટ કરીને જણાવે છે એટલે યુઝરએ ફોન કોલથી બચી શકે છે. જોકે આ ફીચર સાથે ટ્રૂકોલર બીજા નવા ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે જેના દ્વારા યુઝરને નવી સુવિધા ઉપલબ્ધ થશે.


ટ્રૂકોલરનું નવા ફીચર

ટ્રૂકોલરનું નવા ફીચર

ટ્રૂકોલરે યુઝર્સ માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ, સ્માર્ટ કાર્ડ શેરિંગ, સ્માર્ટ એસએમએસ (SMS), મોકલેલ ચેટને એડિટ કરવાની ક્ષમતા અને ડિફોલ્ટ વ્યૂ સેટ કરવા સહિત તદ્દન નવા અપડેટ્સ રજૂ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, એપમાંના નવા ફીચર્સ આજની પેઢી માટે એક આકર્ષક બદલાવ છે કારણ કે તે માત્ર કાર્યકારી સાધનો જ નથી પણ આપણી ઝડપી દુનિયામાં સમય બચાવનાર ફીચર પણ છે.


ટ્રૂકોલર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરનું નિવેદન

ટ્રૂકોલર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરનું નિવેદન

ટ્રૂકોલર ઇન્ડિયાના પ્રોડક્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રિશીત ઝુનઝુનવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ નવી સુવિધાઓ અમને બધા માટે સંદેશાવ્યવહારને વધુ સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ બનાવવાના અમારા મિશનની નજીક લઈ જાય છે. ટ્રૂકોલર એક શક્તિશાળી કોમ્યુનિકેશનનાં રૂપમાં વિકાસ પામી રહ્યું છે. જેઓ આ એપ્લિકેશનનો સંપૂર્ણ ઉપયોગ કરવા માંગે છે, તેમના માટે આ સુવિધાઓ મૂલ્યવાન છે. નવી સુવિધાઓ મનોરંજક અને ઉપયોગ કરવામાં સરળ છે. આપણે ડેઈલી મેસેજ કરવામાં જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ તેમાંથી ઘણી બધી સમસ્યાઓ હલ થઇ શકે છે."


ઇન્સ્ટન્ટ મેસેજિંગ સુવિધા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સુવિધા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સુવિધા તમને કસ્ટમ નોટીફીકેશન સાથે મહત્વપૂર્ણ અથવા સમય-સંવેદનશીલ મેસેજીસ માટે રીસીવરનું ધ્યાન ખેંચવાની મંજૂરી આપે છે. જો બીજી એપ ખુલ્લી હશે તો પણ ઇન્સ્ટન્ટ મેસેજ યુઝરની સ્ક્રીન પર પોપ અપ થશે અને જ્યાં સુધી પ્રાપ્તકર્તા તેને વાંચે નહીં ત્યાં સુધી તે જશે નહીં.


નવા અપડેટ સાથે, આપ દ્વારા મોકલાયેલ મેસેજ યુઝર દ્વારા જોયા બાદ પણ તમે એમાં બદલાવ કરી શકશો. તમે મેસેજ મોકલ્યા પછી કોઈપણ સમયે ફરી સંપાદિત કરી શકો છો અને એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સંપાદન ફક્ત ટ્રકર ચેટ માટે જ ઉપલબ્ધ છે, ફોન SMS માટે નહીં. હવે, તમે સ્માર્ટ કાર્ડને ઇમેજ તરીકે શેર કરી શકો છો જેથી કરીને માહિતી કોઈપણ વ્યક્તિ સરળતાથી વાંચી શકે, પછી ભલે તે ટ્રૂકોલરનો ઉપયોગ ન પણ કરતો હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top