વનરાજ સાથેના તમામ બંધન તોડી અનુપમા લેશે એકદમ ચોંકાવનારો નિર્ણય!

વનરાજ સાથેના તમામ બંધન તોડી અનુપમા લેશે એકદમ ચોંકાવનારો નિર્ણય!

09/16/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

વનરાજ સાથેના તમામ બંધન તોડી અનુપમા લેશે એકદમ ચોંકાવનારો નિર્ણય!

અનુપમા ટીવી શો આજે ઘરે ઘરે જાણીતો થઇ ગયો છે. ટીવી સિરીયલનો(serial) નંબર ૧ શો તરીકે માનવામાં આવે છે. આ સિરીયલમાં અનુપમાનું પાત્ર ખુબ જાણીતું છે. કહાનીમાં અનુપમા ભણેલી નથી પરંતુ ઉચ્ચ પારિવારિક મૂલ્યો ધરાવે છે. અનુપમા ક્યારેય કંઈ માંગતી નથી છતાં અનુપમાને તેના પતિ, વનરાજ અને બાળકો, પરિતોષ અને પાખી પાસેથી સમાન પ્રેમ અને પ્રશંસા નથી મળતી. જો કે, તેના નાના પુત્ર, સમરને તેની મમ્મી માટે ખૂબ આદર છે. હાલમાં ચાલી રહેલ વર્તમાન કહાનીમાં અનુજ  કાપડિયા અને અનુપમાને એક બીજાની નજીક આવતા જોઈ ઘરવાળા તેમના વિશે અનેક સવાલો ઉઠાવે છે.


ડીલને લઇને ઘરમાં ખલબલી મચી :

ડીલને લઇને ઘરમાં ખલબલી મચી :

ટીવી સિરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છે. અનુજ કાપડિયા અને અનુપમા(anupama) ધીરે ધીરે  એક બીજાની નજીક આવી રહ્યા છે જે જોઈને ઘરવાળાના મનમાં અનેક સવાલ ઉઠે છે.  આથી તેમના વચ્ચેની નજીકતા દૂર કરવાં માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. બા હંમેશા અનુપમાની તરફ જ જોવા મળે છે પરંતુ આ બાબતે હવે બા પણ વનરાજની જેમ અનુપમાની વિરુદ્ધ થઈ છે. પારિતોષ, વનરાજ,(vanraj) અને બા(baa) ત્રણેય નથી ઈચ્છતા કે અનુપમા અને અનુજ એક બીજાના નજીક આવે. આગળના  એપિસોડમાં જોવા મળશે કે, હવે બા પણ પોતાના દીકરા વનરાજ સાથે સૂરમાં સૂર મિલાવશે. બા અનુપમાને અનુજ સાથે ડીલ કરવાની ના પાડશે. બા ખુબ જ કડકાઈથી અનુપમાને અનુજ સાથે ડીલ ન કરવાં માટે ના પાડશે. આવી પરીસ્થિતીમાં અનુપમા શું કરશે તે જોવા જેવી બાબત છે. 


બાપુજી દ્વારા દેવિકાને સલાહ :

અત્યાર સુધી જોવામાં આવ્યું કે, અનુજ કાપડિયા વનરાજ અને કાવ્યાના પ્રસ્તાવને ફગાવીને અનુપમાને ડીલ ઓફર કરે છે.  આ બાબતે ઘરમાં ખલબલી મચી ગઈ છે. કાવ્યા અને વનરાજ બંને અનુપમાને મેંણા ટોણા મારે છે. વનરાજ તો અનુપમાને એલફેલ પણ બોલે છે.  અનુપમા અને વનરાજની લડાઈ દરમિયાન વનરાજ અનુપમાને કહે છે કે, તે આ ડીલ સાઈન કરવાની ના પાડી દે. પરંતુ અનુપમા વનરાજને સામે જવાબ ફેકે છે કે  હવે તે તેનો પતિ નથી. આ બાબતમાં બા પણ વચ્ચે કૂદશે અને કહેશે કે, અનુજ સાથેની ડીલ કેન્સલ કરી નાખવા માટે પ્રેશર આપશે. આવી પરિસ્થિતિમાં અનુપમાની મિત્ર દેવિકા તેની મદદ કરશે. જોકે બીજી બાજુ બપુજી જ દેવિકાને કહેશે કે તે અનુપમાને સમજાવે. બાપુજી દેવિકાને કહેશે કે, તે અનુપમાને સારી સલાહ આપે જેથી કરીને અનુપમા કોઈ ખોટો નિર્ણય ન લે. અનુપમાને તેના ઘરમાંથી વહુ કિંજલ, પુત્ર સમર અને બાપુજીનો મજબૂત સાથ છે.


અનુપમા દેવિકાની વાત માનશે?

બાપુજીના કહેવા મુજબ દેવિકા અનુપમાને સમજાવશે કે તે આ નિર્ણય લઈને પોતાના પરિવારને સપોર્ટ કરી શકે છે. પરંતુ  દેવિકાના ખુબ સમજાવવા છતાં અનુપમા બાના કારણે ડીલ કેન્સલ કરવાનું નક્કી કરી લેશે. પરંતુ દેવિકા પણ સમજાવામાં પોતાની તરફથી કોઈ કસર છોડશે નહિ. દેવિકાની લાખ કોશિષ બાદ અનુપમાને વાત સમજમાં આવશે અને ડીલ કરવા માટે તૈયાર થશે.


અનુપમાની વાત સાંભળી બા અને વનરાજને લાગશે ઝાટકો :

અનુપમાની વાત સાંભળી બા અને વનરાજને લાગશે ઝાટકો :

આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે, કાપડિયા હાઉસ અને શાહ હાઉસ રસગુલ્લા બાટશે. મીઠાઈ ખાઈને વનરાજ પૂછશે કે આ કઈ ખુશીની મીઠાઈ છે. જેના જવાબમાં અનુપમા કહેશે કે, તેણે ડીલ સાઈન કરી લીધી છે અને અનુજની પાર્ટનરશીપની ઓફર પણ સ્વીકારી લીધી છે. આ સાંભળીને વનરાજ અને બાને મોટો ઝટકો લાગશે. બંનેના પગ નીચેથી જમીન સરકી જશે. તો બીજી બાજુ અનુજ મજા લઈને રસગુલ્લા ખાતો જોવા મળશે. હવે અનુજ અનુપમાને વધુ એક સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યો છે. જેના વિશે તે ગોપીકાકાને પણ વાત કરશે. આવનારો એપિસોડ ખુબ રસપ્રદ રહેવાનો છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top