સત્રના પહેલાં જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે કારણ

સત્રના પહેલાં જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે કારણ

11/29/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

સત્રના પહેલાં જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે કારણ

નવી દિલ્હી: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભા દ્વારા 12 જેટલા સાંસદોને આ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. જેમાં શિવસેના, કોંગ્રેસ, અને તૃણમૂલ કોંગ્રેસ વગેરે પાર્ટીઓના નેતાઓ સામેલ છે. 

ગૃહે સોમવારે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને તૃણમૂલ સાંસદ ડોલા સેન સહિત તેના 12 સાંસદોને વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા. મોન્સૂન સેશન દરમિયાન (11 ઓગસ્ટે) ગૃહમાં હોબાળો મચાવવા અને અનુશાસનમાં ન રહેવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.


આ સાંસદોને સસ્પેન્ડ કરાયા

આ સાંસદોને સસ્પેન્ડ કરાયા

પ્રિયંકા ચતુર્વેદી અને ડોના સેન ઉપરાંત, જે સાંસદોને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં એલમરન કરીમ (CPM), કોંગ્રેસના ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ, સીપીઆઈના બિનય વિશ્વમ, ટીએમસીના શાંતા છેત્રી અને શિવસેનાના અનિલ દેસાઈ સામેલ છે. સસ્પેન્શન નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સાંસદોએ 11 ઓગસ્ટે ચોમાસુ સત્રના છેલ્લા દિવસે તેમના હિંસક વર્તન અને સુરક્ષા કર્મચારીઓ પર ઈરાદાપૂર્વક હુમલા કરીને ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડી છે.

રાજ્યસભા દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પર શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘જો તમે સીસીટીવી ફૂટેજ જોયા હોય, તો તેમાં રેકોર્ડ છે કે કેવી રીતે પુરુષ માર્શલોએ મહિલા સાંસદોને માર માર્યો હતો. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવું અસંસદીય વર્તન છે? તેમના માટે વકીલો પણ આપવામાં આવે છે. ક્યારેક સરકારી અધિકારીઓને તેમનો પક્ષ લેવા મોકલવામાં આવે છે, પરંતુ અહીં અમારો પક્ષ સાંભળવામાં આવ્યો નથી.’


'સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ'

તે જ સમયે, વિપક્ષનું કહેવું છે કે 12 સાંસદોનું સસ્પેન્શન નિયમોની વિરુદ્ધ છે કારણ કે નિયમ 256 મુજબ, સત્રના બાકીના સમય માટે સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે છે. જ્યારે ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં આ સત્રમાં સભ્યોનું સસ્પેન્ડ કરવું સંપૂર્ણપણે અયોગ્ય છે. 

ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે 11 ઓગસ્ટના રોજ વિપક્ષે ઉપલા ગૃહ રાજ્યસભામાં હંગામો કર્યો હતો. વિપક્ષી સાંસદોએ દાવો કર્યો હતો કે તેમના પર માર્શલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેઓ સંસદની સુરક્ષાનો ભાગ પણ ન હતા. હંગામા અંગે સરકારના અહેવાલમાં જણાવાયું છે કે CPM સાંસદ એલમરન કરીમ દ્વારા પુરુષ માર્શલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે રાજ્યસભાની મહિલા માર્શલ પર છાયા વર્મા અને કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે હુમલો કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top