આજે 'World Alzheimer Day' : અલ્ઝાઇમરના ઈલાજ માટે બાબા રામદેવે સૂચવ્યા અકસીર યોગાસન!

આજે 'World Alzheimer Day' : અલ્ઝાઇમરના ઈલાજ માટે બાબા રામદેવે સૂચવ્યા અકસીર યોગાસન!

09/21/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આજે 'World Alzheimer Day' :  અલ્ઝાઇમરના ઈલાજ માટે બાબા રામદેવે સૂચવ્યા અકસીર યોગાસન!

આજે ૨૧ સપ્ટેમ્બરને 'વિશ્વ અલ્ઝાઇમર દિન' તરીકે ઉજવવામાં આવે છે. મોટી ઉમરના લોકોમાં અમુક અવસ્થા પછી ભૂલી જવાની સમસ્યા જોવા મળતી હોય છે. આને માટે ઘણી વાર અલ્ઝાઇમર નામનો રોગ જવાબદાર હોય છે. અલ્ઝાઇમર થયું હોય એવા પેશન્ટ્સને કોઈકવાર તો તેમણે શું ખાધું એ પણ યાદ રહેતું નથી. કેટલાક પેશન્ટ્સ પોતાના પરિવારના સદસ્યનું કે કેટલીક વાર તો ખુદ પોતાનું જ નામ ભૂલી જાય છે. નિષ્ણાંતોના કહેવા મુજબ માત્ર વૃધ્ધો જ નહિ, પણ યુવાનો સુધ્ધાં આ બીમારીનો ભોગ બની રહ્યા છે! ભારત જેવા વિકાસશીલ દેશના લોકોને પણ અલ્ઝાઇમરની બીમારી ભરડો લઇ રહી છે.


ભારત અલ્ઝાઇમરથી પીડાતો ત્રીજા નંબરનો દેશ છે!

મોટા ભાગે અલ્ઝાઇમરની સમસ્યા ૭૦ વર્ષ પછી થતી હોય છે. પરંતુ આજના યુગમાં નાની ઉમરમાં જ આવી સમસ્યા થતી જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ લોકોની અવ્યવસ્થિત જીવનશૈલી છે. આજે ફાસ્ટફૂડનો ઉપયોગ લોકો દ્વારા વધી રહ્યો છે. આ બંને ઉપરાંત ખાસ કરીને તણાવની સમસ્યાના કારણે મગજ પર તેની ઝડપથી અસર થાય છે. આખા વિશ્વની ગણતરીએ ભારત અલ્ઝાઇમર બીમારીથી પીડાતો ત્રીજા નંબરનો દેશ બન્યો છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં આ રોગ જોવા મળ્યો છે. પરંતુ રીસર્ચ અનુસાર પુરુષની સરખામણીએ સ્ત્રીમાં આ સમસ્યા વધારે જોવા મળી છે. જે મુજબ ૧૦ માંથી ૭ મહિલા આ બિમારીનો ભોગ બની રહી છે. જેના કારણરૂપ ૨૧ સપ્ટેમ્બરને અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી લોકોમાં આ બિમારી પ્રત્યે જાગૃતતા લાવી શકાય.


અલ્ઝાઇમરના લક્ષણો :

ગુસ્સો એક એવી વસ્તુ છે કે જેની મગજ પર ખુબ ખરાબ અસર જોવા મળે છે. વાંરવાર ગુસ્સો આવવો એ ધીરે ધીરે કોઈક બિમારી તરફ જતો રસ્તો છે. અલ્ઝાઇમરના પહેલા તબ્બકામાં મગજની યાદશક્તિને થોડા પ્રમાણમાં નુકશાન થાય છે પરંતુ ધીરે ધીરે અંતમાં માણસ આ બીમારીના કારણે પાગલપણાનો શિકાર બને છે. યાદશક્તિ ગુમાવવી એ અલ્ઝાઇમરનું મુખ્ય લક્ષણ છે. નાની નાની વાતો જે થોડા સમય પહેલા જ થઇ હોય તે ભૂલી જવું. કઈ વસ્તુ ક્યાં રાખી છે એ ભૂલી જવું. આ બધી બાબતો આપણે ગણકારી દઈએ છીએ, પરંતુ લાંબા સમય પછી તે બિમારીનો ભોગ બની જાય છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આધુનિક જીવનશૈલી અને માથામાં થતી ઈજાઓને કારણે આ રોગ થવાનું જોખમ વધે છે.


અલ્ઝાઇમરથી છુટકારા માટે બાબા રામદેવે(baba ramdev) કેટલાક યોગાસન સૂચવ્યા છે

અલ્ઝાઇમરથી છુટકારા માટે બાબા રામદેવે(baba ramdev) કેટલાક યોગાસન સૂચવ્યા છે

અલ્ઝાઇમરને કાબૂમાં રાખવા માટે ત્રાટક ક્રિયાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. મગજને શાંત કરવા માટે કરવામાં આવતી ત્રાટક ક્રિયાને કારણે આંખની રોશની વધે છે. આ ક્રિયાથી મગજની યાદ રાખવાની ક્ષમતા પણ વધે છે. આ ક્રિયા તારા, સૂર્ય, ચંદ્ર, દીવો વગેરે સાથે થઇ શકે છે. આ યોગ કરવા માટે સૌ પ્રથમ કોઈ શાંત સ્થળ પસંદ કરવું. ત્યારબાદ દીવાને પ્રગટાવી તેને આંખના બરાબર સામે થોડી દુર રાખવો. પછી આસન લઇ તેના પર બેસી જવું. એવી રીતે બેસવું જેથી પીઠ અને કમર ટટ્ટાર રહે. ત્યારબાદ દીવાની જ્યોત પર જ્યાં સુધી થાય ત્યાં સુધી ધ્યાન કેન્દ્રિત કરવું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ધ્યાન કેન્દ્રિત કર્યા પછી આંખની પલક ઝપકવી ન જોઈએ. યોગ થઇ ગયા પછી આંખને ઠંડા પાણી વડે ધોઈ લેવી.

આ સિવાય બાબા રામદેવે કેટલાક આસનો સૂચવ્યા છે :

૧ શીર્ષાસન : તણાવથી મુક્તિ, ચહેરામાં ચમક અને સુંદરતા વધે છે, મગજ શાંત કરે છે અને યાદશક્તિ વધારે છે. મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે.

૨ સર્વાંગાસન : તણાવ અને ચિંતા દૂર કરે, શુદ્ધ લોહી હૃદય સુધી પહોચાડે અને એકાગ્રતા વધારે

૩ હલાસન : મગજ શાંત થવું, થાઇરોડમાં રાહત થવી, ચિંતા અને થાક દૂર કરે અને ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે

૪ સૂર્યનમસ્કાર : શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચનતંત્ર મજબૂત બનાવે છે. ફેફસાને ઓક્સિજન મળે છે.

આ ઉપરાંત કપાલભાતી, અનુલોમ-વિલોમ, ભ્રાસ્તિકા, ભ્રામરી વગેરે જેવા યોગાસન નિયમિત કરવાથી અલ્ઝાઇમરની બીમારીથી બચી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top