જામનગર જી.જી હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ કેસમાં બે આરોપીઓની ધરપકડ

જામનગર જી.જી હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ કેસમાં બે આરોપીઓની ધરપકડ

06/23/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જામનગર જી.જી હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ કેસમાં બે આરોપીઓની ધરપકડ

જામનગર: જામનગરની જી.જી હોસ્પિટલમાં કામ કરતી એટેન્ડન્ટ યુવતીઓના યૌન શોષણ કેસમાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બે શખ્સોને ગઈકાલે રાત્રે પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓની અટક બાદ પોલીસ દ્વારા તેમને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસ દ્વારા અકબર અલી અને એલ.બી પ્રજાપતિ નામના બે આરોપીને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓ યુવતીના શારીરિક અડપલાં કરી ફોટા પાડતા અને તેના આધારે બ્લેકમેલ કરી શારીરિક સબંધો બાંધવા મજબૂર કરતા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આરોપીઓ યુવતીના ફોટા પાડી શારીરિક સબંધો બાંધવા મજબૂર કરતા હતા અને જો તેઓ ઇનકાર કરે તો નોકરીમાંથી કાઢી મૂકવા અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ બે આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, તેમજ આ મામલે વધુ નામો ખૂલી શકે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની દેખરેખ માટે લગભગ ૫૦૦ જેટલી  એટેન્ડન્ટ યુવતીઓની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાંથી કેટલીક યુવતીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સુપરવાઈઝર દ્વારા અઘટિત માંગણીઓ કરવામાં આવતી અને જો ઇનકાર કરવામાં આવે તો યુવતીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવતી.

યુવતીઓની આ ફરિયાદ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લઈને પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક તપાસ કમિટીની રચના કરી હતી. તપાસ સમિતિએ યુવતીઓના નિવેદનો લઈને તેમજ ઘટનાની તપાસ કરીને સરકારને રિપોર્ટ મોકલ્યો હતો. આ કેસમાં હોસ્પિટલના એક પુરુષ તબીબ પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા અને યુવતીઓનું શારીરિક શોષણ થતું હોવાની વાત સાચી હોવાનું કહ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top