Gujarat : પોરબંદરમાં IRBના જવાનોએ એકબીજા પર કર્યું ફાયરીંગ; જાણો કેટલાના મૃત્યુ થયા?

Gujarat : પોરબંદરમાં IRBના જવાનોએ એકબીજા પર કર્યું ફાયરીંગ; જાણો કેટલાના મૃત્યુ થયા?

11/27/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : પોરબંદરમાં IRBના જવાનોએ એકબીજા પર કર્યું ફાયરીંગ; જાણો કેટલાના મૃત્યુ થયા?

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરમાં ચાલીરહ્યો છે, આ દરમિયાન ગુજરાતના આ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી બંદોબસ્તમાં આવેલ I.R.Bના જવાનો વચ્ચે કોઈ કારણસર ઝગડો થતાં તેમણે એકબીજા પર ફાયિરંગ શરૂ કરી દીધી હતી. જાણો શું છે મામલો?


ફાયરિંગમાં બે જવાનોના મોત

ફાયરિંગમાં બે જવાનોના મોત

પોરબંદર સ્થિત નવાબંદર સાયક્લોન સેન્ટરરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના બે જવાનો વચ્ચે કોઈ કારણોસર ઝગડો થતાં બંન્ને હિંસક બન્યા હતા અને જોત જોતમાં બંન્ને રાયફલ લઈને એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધો હતો જેમાં ગોળી વાગવાથી બંન્ને જવાન ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા આ જીવલેણ ઘટનામાં બીજા બે જવાનો પણ ઘાયલ થયાની ચર્ચા છે. ઘટનાના પગલે ઉચ્ચે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાબડતોડ તપાસ હાથ ધરી હતી.


આઈઆરબીમાં કોન્સ્ટેબલ હતા

આઈઆરબીમાં કોન્સ્ટેબલ હતા

આરોપીની ઓળખ એસ ઈનોચશિંગ તરીકે થઈ છે અને ગુજરાત પોલીસના નિવેદન મુજબ, તે આઈઆરબીમાં કોન્સ્ટેબલ હતો. આ જવાન મણિપુરના CRPF  બટાલિયનના છે. પોરબંદરના નવી બંદર ખાતે IRB જવાનો વચ્ચેની લડાઈ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લડાઈની ગરમીમાં, સૈનિકોએ તેમના જ સાથીદારો પર ગોળીબાર કર્યો.


લડાઈનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

"ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અન્ય કર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. લડાઈનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી," સૂત્રએ જણાવ્યું હતું. પોરબંદરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એ.એમ. શર્માએ જણાવ્યું હતું કે, આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા તેઓને અહીં મોકલવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top