નિર્દોષ શ્રમિકો ક્યાં સુધી ભોગ બનતા રહેશે? સુરતમાં ગટરની સાફસફાઈ દરમિયાન બેનાં મોત

નિર્દોષ શ્રમિકો ક્યાં સુધી ભોગ બનતા રહેશે? સુરતમાં ગટરની સાફસફાઈ દરમિયાન બેનાં મોત

01/18/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નિર્દોષ શ્રમિકો ક્યાં સુધી ભોગ બનતા રહેશે? સુરતમાં ગટરની સાફસફાઈ દરમિયાન બેનાં મોત

સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે એક ઈમારતની ચોક-અપ થયેલી ગટરમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલા સાળા-બનેવીના ગૂંગળામણના કારણે મોત થયા હતા. બંને બેભાન થઇ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, પલસાણા તાલુકાના ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ને.હા.48 ને અડીને આવેલા સત્યમ કોમ્પ્લેક્ષના ઓ.ટી.એસ.માં આવેલ સંડાસ બાથરૂમની મુખ્ય ગટર સાફ કરવા માટે બે શ્રમિકોને ઉતારવામાં આવ્યા હતા. ગટર સાફ કરવા માટે એસિડ નાંખવામાં આવ્યું હતું અને તેના ધુમાડાથી બંને બેભાન થઇ ગયા હતા.


બંને મજૂરોને બિલ્ડીંગ માલિક અને સ્થાનિકો સારવાર માટે 108 માં હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. 

વધુ વિગતો મુજબ, ગત સોમવારના રોજ મોડી સાંજે આ ગટર સફાઈ માટે બિલ્ડરે પ્રમોદભાઈ રાજુભાઇ તેજી (ઉં.વ 30, રહે. G-1 સનસીટી ચલથાણ મૂળ.કાલવાબારા તા.મકરાણા જી.નાગોર રાજસ્થાન) અને તેનો જમાઈ વિશાલ નામદેવ પોળને (ઉં.વ 38, રહે. રામકબીર સોસાયટીની પાછળ કેતન પટેલના મકાનમાં) બોલાવ્યા હતા.

મોડી સાંજે 7:30 વાગ્યાના અરસમાં બને આવ્યા અને સફાઈ માટે જરૂરી કેમિકલનો ડબ્બો અને સળિયો લઈ ઓ.ટી.એસ.માં રહેલી ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન ગટરમાં ગૂંગળામણને કારણે બને સફાઈકર્મી ગૂંગળાઈ બેભાન થઇ ઢળી પડ્યા હતા.

ઘટના અંગે કડોદરા પોલીસે મૃતકના કાકા ટેકચંદ તેજી પાસેથી ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

નોંધવું જોઈએ કે, આ પહેલા પણ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી પણ ગટરની સાફસફાઈ દરમિયાન શ્રમિકોના મોત થયા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. આજે ડિજીટલ યુગમાં અનેક સાધનો શોધાયા છે અને નવી તકનીકોનો ઉપયોગ થાય છે પરંતુ ગટરની સાફસફાઈમાં માણસોનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે ઘણીવાર શ્રમિકોના ભોગ પણ લઇ લે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top