વડોદરા : મિત્રો સાથે ફરવા ગયેલા ૨ મેડિકલ વિદ્યાર્થીઓના નદીમાં ડૂબવાથી મોત, એકનો બચાવ

વડોદરા : મિત્રો સાથે ફરવા ગયેલા ૨ મેડિકલ વિદ્યાર્થીઓના નદીમાં ડૂબવાથી મોત, એકનો બચાવ

07/10/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વડોદરા : મિત્રો સાથે ફરવા ગયેલા ૨ મેડિકલ વિદ્યાર્થીઓના નદીમાં ડૂબવાથી મોત, એકનો બચાવ

વડોદરા: વડોદરાની એસએસજી હોસ્પિટલના (Vadodara) તબીબ વિદ્યાર્થીઓનું (Medical Students) એક ગ્રુપ સાવલીના રસુલપુર ખાતે ફરવા ગયું હતું, જ્યાં અમુક મહીસાગર નદીમાં (Mahisagar) નાહવા પડ્યા હતા. મજા માણવા માટે ગયેલા આ વિદ્યાથીઓ સાથે એવી દુર્ઘટના ઘટી કે તેમની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી.

વડોદરાની એસએસજી હોસ્પિટલની (SSG Hospital) મેડિકલ કોલેજના ૧૨ જેટલા વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ રસુલપુર ખાતે ફરવા ગયા હતા. જ્યાં પહોંચીને આમાંથી કેટલાક નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન નદીના પાણીનું સ્તર અચાનક વધી હતા આ પૈકીના ત્રણ વિદ્યાર્થીઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બે વિદ્યાર્થીઓ- જેમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે, તણાય જતા મૃત્યુ પામ્યા હતા.

વિદ્યાર્થીઓ તણાતા જોતા બાકીના વિદ્યાર્થીઓ આસપાસના ગામલોકોને જાણ કરીને બોલાવ્યા હતા. સ્થાનિકોએ ત્યારબાદ પાણીમાં ઉતરી એક વિદ્યાર્થીને બચાવી લીધો હતો પરંતુ બાકીના બે વિદ્યાર્થીઓ પાણીમાં ઊંડે સુધી તણાઈ જતા તેમને બચાવી શકાયા ન હતા. શોધખોળ બાદ આ બંને વિદ્યાર્થીઓ પણ મળી આવ્યા હતા.

ડૂબેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બે મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. હાલ તેમના પરિવારને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top