મહારાષ્ટ્ર : ઓમિક્રોનના વધુ બે કેસ, વિદેશથી પરત ફરેલા 100 થી વધુ લોકો લાપતા

મહારાષ્ટ્ર : ઓમિક્રોનના વધુ બે કેસ, વિદેશથી પરત ફરેલા 100 થી વધુ લોકો લાપતા

12/07/2021 National

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર : ઓમિક્રોનના વધુ બે કેસ, વિદેશથી પરત ફરેલા 100 થી વધુ લોકો લાપતા

મુંબઈ: કોરોનાના નવા વેરિયન્ટના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં આ વેરિયન્ટના કુલ 23 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં વધુ બે કેસ નોંધાયા હતા. સોમવારે એક 37 વર્ષીય વ્યક્તિમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પુષ્ટિ કરવામાં આવી હતી, જે જોહનિસબર્ગથી પરત ફર્યો હતો. 

ઉપરાંત, આ વ્યક્તિનો એક મિત્ર જે 25 નવેમ્બરના રોજ આવ્યો હતો, તેમાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઇ છે. જોકે, આ બંને દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ બંનેને મુંબઈ ખાતેની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેએ કોરોનાની ફાઈઝર વેક્સિન લીધી હોવાનું માલૂમ પડ્યું છે.  તેમજ પિંપરી-ચિંચવાડની જીજામાતા હોસ્પિટલમાં પણ કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે. 


પાંચ દિવસમાં લગભગ 4900 લોકો વિદેશથી મહારાષ્ટ્ર આવ્યા

બીજી તરફ, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ટેસ્ટિંગ માટે વપરાતી એસ જીન ડ્રોપ ડિટેક્શન કીટની છત છે. જેની મદદથી દર્દી કયા વેરિયન્ટથી સંક્રમિત થયો છે તે જાણવામાં મદદ મળે છે. જોકે, અંતિમ પરિણામ જિનોમ સિકવન્સિંગથી જ જાણવા મળે છે. આવા મશીનો એકસાથે 376 સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ કરે છે. 

ગત પાંચ દિવસોમાં કુલ 4901 આંતરરાષ્ટ્રીય ‘હાઈ રિસ્ક’ શ્રેણીવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર આવ્યા છે. આ દેશોમાંથી આવેલા વિદેશી યાત્રીઓ અને તેમના સંર્પકમાં આવેલા લોકો મળીને મહારાષ્ટ્રમાં કુલ 30 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી કુલ 10 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 


100 થી વધુ લોકો લાપતા, મોબાઈલ બંધ, ઘરે તાળાં લાગ્યા છે

બીજી તરફ,  મહારાષ્ટ્રના થાણેના મહાનગરપાલિકા વિસ્તારમાં 109 લોકો ટ્રેસ થઇ રહ્યા નથી. આ લોકોના મોબાઈલ ફોન બંધ આવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોના ઘરે તાળાં લાગ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. 

ડોંબિવલી નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે, વિદેશથી 295 લોકો પરત ફર્યા હતા, જેમાંથી કુલ 109 લોકો એવા છે જેમનો સંપર્ક થઇ રહ્યો નથી. તેમણે કહ્યું કે, નગરપાલિકા ક્ષેત્રમાં વિદેશથી આવતા લોકોએ સાત દિવસ ઘરમાં ક્વોરન્ટાઇન રહેવું પડે છે અને આઠમાં દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો હોય છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તોપણ ફરજિયાત ક્વોરન્ટાઇન કરવાનો નિયમ છે. 

તેમણે જણાવ્યું કે, કેડીએમસીમાં લગભગ 72 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અને 52 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top