BJPના પૂર્વ કોર્પોરેટર સહિત 2 લોકોએ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ડિરેક્ટરને બ્લેકમેલ કરી ખંડણી મ

BJPના પૂર્વ કોર્પોરેટર સહિત 2 લોકોએ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ડિરેક્ટરને બ્લેકમેલ કરી ખંડણી માગી, ધરપકડ

02/03/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

BJPના પૂર્વ કોર્પોરેટર સહિત 2 લોકોએ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ડિરેક્ટરને બ્લેકમેલ કરી ખંડણી મ

સચિન ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરને સચિન ઇન્ફ્રા એન્વયર અને ગ્લોબ એનાવાયારો ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ કરે છે એવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મામલો પતાવવા માટે 2 લોકોએ સાથે સાથે દર વર્ષ 1 લાખ રૂપિયાના હપ્તાની માગ કરી હતી. જો કે, મિલ માલિકની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે છટકું ગોઠવી મિલ માલિક પાસેથી 45 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

આ અંગે DCP ભાગેશ રોજિયાએ જણાવ્યું હતું કે, આજથી 4 મહિના અગાઉ અજય ત્રિવેદી તેમજ તેજસ પાટીલ નામના 2 લોકો મહેન્દ્રકુમાર ધીરજલાલ રામોલિયા (રહે. આકૃતિ બંગલોઝ, વેસું) પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે સચિન GIDC વિસ્તારમાં આવેલી સચિન ઇન્ફ્રા એન્વાયર અને ગ્લોબલ એન્વાયરો લિમિટેડ નામની ઇન્ડસ્ટ્રીમાં ગેરકાયદેસર કેમિકલ ડીસ્ચાર્જ થાય છે અને આ અંગેના અમારી પાસે પુરાવા છે. અમે GPCB વિભાગમાં પુરાવા રજૂ કરીને GPCB તરફથી ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી દઈશું અને આગળની કાર્યવાહી ન કરાવી હોય તો તેના માટે 5 કરોડ રૂપિયા આપો તેવી માગ કરી હતી. ત્યારબાદ 45 લાખમાં સે'લામેન્' થયું હતું. તેમજ દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું, જેણે લઈને પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે અજયભાઈ રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભારત પાટીલની ધરપકડ કરી છે.


અજય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં RTI કરતો હતો અને પછી..

અજય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં RTI કરતો હતો અને પછી..

અજય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં RTI કરતો હતો અને ઇન્ડસ્ટ્રીના કંપની સંચાલકોને બ્લેકમેઇલ કરતો હતો. અજય સંબંધિત બધા વિભાગોમાં અરજીઓ કરતો અને અધિકારીઓને દબાણ કરતો હતો. અધિકારીઓનું દબાણ વધતા સંચાલકો અજય પાસે સરેન્ડર થઇ જતા અને અજય પૈસા નક્કી કરવા તેના અન્ય ઇસમોને મોકલતો હતો અને પૈસા નક્કી થયા બાદ કોઈ બીજા ઇસમોને મોકલતો હતો. એજ રીતે અજયે 45 લાખ રૂપિયામાં મેટર સેટલ કરવાનું નક્કી કરીને ૧ ફેબ્રુઆરીએ તેજસને મહેન્દ્ર રામોલિયાની ઓફિસે મોકલ્યો હતો. ત્યારે મહેન્દ્રભાઈએ અજય આવશે તો જ પૈસા આપીશ એમ કહેતા અજયને પૈસા લેવાની લાલચ જાગી હતી અને તેને મહેન્દ્ર રામોલિયાની ઓફિસે ખેંચી લઇ ગઇ હતી. પૈસા લીધા બાદ અજય ક્રાઈમ બ્રાંચે બિછાવેલી જાળમાં ફસાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખંડણી કેસમાં પકડાયેલ તેજસ પાટીલનો પિતા ભારત પાટીલ પાંડેસરાનો ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. અગાઉ તેના પિતાનો પાર્ટીમાં દબદબો હતો, પરંતુ અત્યારે તે રાજકારણમાં નિષ્ક્રિય છે. ભારત પાટિલ ઉધના સિટિઝન બેન્કમાં વાઈસ ચેરમેન હતો. ભારત પાટીલ વિરુદ્ધ પણ બેંક ફ્રોડના કેસો થયા હતા અને લગભગ 2 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top