એવું શું થયું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના 2 જજોએ રાજીનામું ધરી દીધું

એવું શું થયું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના 2 જજોએ રાજીનામું ધરી દીધું

11/14/2025 World

SidhiKhabar

SidhiKhabar

એવું શું થયું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના 2 જજોએ રાજીનામું ધરી દીધું

27મા બંધારણીય સુધારાના વિરોધમાં ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશોએ રાજીનામું આપી દીધું. તેમનો આરોપ છે કે આ સુધારો બંધારણને નબળો પાડે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને સમાપ્ત કરવાનો ભય છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ વિવાદાસ્પદ 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપ્યાના થોડા કલાકો બાદ જ ન્યાયાધીશ મન્સૂર અલી શાહ અને ન્યાયાધીશ અતહર મિનલ્લાહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું.


આ સુધારાએ દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો

આ સુધારાએ દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો

સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલ આ સુધારો તેને કાયદામાં ફેરવવા તરફનું અંતિમ પગલું હતું. સુધારેલા કાયદા હેઠળ પાકિસ્તાનમાં એક ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરવામાં આવશે, જે બંધારણીય બાબતોની સુનાવણી કરશે. હાલની સુપ્રીમ કોર્ટ માત્ર નાગરિક અને ફોજદારી બાબતો સુધી મર્યાદિત રહેશે. ન્યાયાધીશ મન્સૂર અલી શાહે તેમના રાજીનામા પત્રમાં લખ્યું કે, ‘આ સુધારો પાકિસ્તાનના બંધારણ પર ગંભીર હુમલો છે. તે સુપ્રીમ કોર્ટની શક્તિઓને સમાપ્ત કરે છે, ન્યાયતંત્રને કારોબારીને આધીન લાવે છે અને બંધારણીય લોકશાહીના પાયા પર પ્રહાર કરે છે.’

તેમણે લખ્યું કે, ‘સર્વોચ્ચ અદાલતની એકતાને ખંડિત કરીને આ સુધારાએ ન્યાયિક સ્વતંત્રતા અને અખંડિતતાને અપંગ બનાવી દીધી છે, દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો છે... બંધારણીય વ્યવસ્થાનો આ ભંગ લાંબા સમય સુધી ચાલશે નહીં અને સમય જતા ઉલટાવી દેવામાં આવશે - પરંતુ ત્યાં સુધી, તે આ સંસ્થાને ઊંડે સુધી ઘા આપી જશે. મારા પદ પર રહેવું એ માત્ર બંધારણીય ભૂલને મૌન સ્વીકારવા સમાન નથી, પરંતુ તે અદાલતમાં બેસવાનો અર્થ એ પણ છે જેનો બંધારણીય અવાજ દબાઈ ગયો છે. આવી નબળી અદાલતમાં સેવા આપતા હું બંધારણનો બચાવ કરી નહીં કરી શકું. ન તો તે સુધારાની ન્યાયિક રીતે તપાસ કરી શકું છુ, જેને વિકૃત કર્યું છે. હું એવી વ્યવસ્થામાં સેવા આપવાનું ચાલુ રાખી નહીં શકું. જે સંસ્થાના પાયાને જ નબળી પાડે છે જેનું રક્ષણ કરવા માટે મેં શપથ લીધા હતા.


હવે ન્યાયાધીશનો પોશાક પહેરવો એ પોતાની જાત સાથે વિશ્વાસઘાત

હવે ન્યાયાધીશનો પોશાક પહેરવો એ પોતાની જાત સાથે વિશ્વાસઘાત

ન્યાયાધીશ મિનલ્લાહે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ’27મા સુધારાના અમલ અગાઉ મેં પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આપણી બંધારણીય વ્યવસ્થા માટે તેની પ્રસ્તાવિત જોગવાઈઓનો શું અર્થ થાય છે તે અંગે મારી ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું મૌન અને નિષ્ક્રિયતા વચ્ચે તે ભય હવે સાચા સાબિત થયા છે. મેં જે બંધારણનું રક્ષણ કરવાની શપથ લીધા હતા તે હવે અસ્તિત્વમાં નથી. તેની સ્મૃતિ પર આનાથી મોટો હુમલો કોઈ હોઈ શકે નહીં કે 27મા સુધારાનો પાયો બંધારણની કબર પર રહેલો છે જેને જાળવી રાખવાની મેં શપથ લીધા હતા. તે બંધારણ હવે અસ્તિત્વમાં નથી. જે ​​બાકી છે તે ફક્ત તેનો પડછાયો છે. મારા માટે, નવી વ્યવસ્થામાં ન્યાયાધીશનો ઝભ્ભો પહેરવો હવે વિશ્વાસઘાતનું પ્રતીક બની ગયું છે. તેથી, હું આ પદ પર નહીં રહી શકું.’

27મા બંધારણીય સુધારા પછી શું બદલાશે?

રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર આર્મી સ્ટાફના વડા અને સંરક્ષણ દળના વડાની નિમણૂક કરશે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનું પદ 27 નવેમ્બર, 2025ના રોજ સમાપ્ત થશે. રાષ્ટ્રીય વ્યૂહાત્મક કમાન્ડના વડા પાકિસ્તાન આર્મીમાંથી હશે. ફિલ્ડ માર્શલ, માર્શલ ઓફ ધ એરફોર્સ અને એડમિરલ ઓફ ધ ફ્લીટ જેવા હોદ્દા આજીવન રહેશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સુધારો ન્યાયતંત્રની સ્વતંત્રતા પરનો સૌથી ગંભીર હુમલો છે અને ભવિષ્યમાં પાકિસ્તાનને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top