જમ્મુના ઉધમપુરમાં ક્રેશ થયું વાયુસેનાનું હેલિકોપ્ટર : બે પાયલોટ વીરગતિને પ્રાપ્ત

જમ્મુના ઉધમપુરમાં ક્રેશ થયું વાયુસેનાનું હેલિકોપ્ટર : બે પાયલોટ વીરગતિને પ્રાપ્ત

09/21/2021 National

SidhiKhabar

SidhiKhabar

જમ્મુના ઉધમપુરમાં ક્રેશ થયું વાયુસેનાનું હેલિકોપ્ટર : બે પાયલોટ વીરગતિને પ્રાપ્ત

ઉધમપુર: જમ્મુના ઉધમપુરમાં ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. જેમાં સવાર પાયલટ અને કો-પાયલટ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતા વીરગતિને પ્રાપ્ત થયા હતા.


સવારે સાડા દસ વાગ્યાની ઘટના

આ ઘટના ઉધમપુરના શિવગઢ ધાર વિસ્તારમાં સવારે સાડા દસથી ૧૦:૪૫ દરમિયાન બની હતી. સ્થાનિકોએ પોલીસને હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ એક ટીમ રવાના કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું તેથી આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કે ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.


સ્થાનિકોએ પાયલટને બહાર કાઢ્યા હતા

સ્થાનિકોએ પાયલટને બહાર કાઢ્યા હતા

હેલિકોપ્ટર ક્રેશ થતા જ સ્થાનિક લોકોએ ત્યાં પહોંચીને પાયલટ અને કો-પાયલટને બહાર કાઢ્યા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને પાયલટને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો. આ બંને જવાનોના નામ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે.

આ હેલિકોપ્ટર સેનાની એવિએશન કોરનું છે. નોર્ધન કમાન્ડના રક્ષા પ્રવક્તાએ આ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે દુર્ઘટના સબંધિત જાણકારીઓ એકઠી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સેના દ્વારા અધિકારીક નિવેદન જારી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top