ભારતના દબાણ સામે ઝૂક્યું યુકે : ‘કોવિશીલ્ડ’ને માન્યતા આપી; પણ હજુ એક સમસ્યા યથાવત

ભારતના દબાણ સામે ઝૂક્યું યુકે : ‘કોવિશીલ્ડ’ને માન્યતા આપી; પણ હજુ એક સમસ્યા યથાવત

09/22/2021 World

SidhiKhabar

SidhiKhabar

ભારતના દબાણ સામે ઝૂક્યું યુકે : ‘કોવિશીલ્ડ’ને માન્યતા આપી; પણ હજુ એક સમસ્યા યથાવત

લંડન: ભારતની કોરોના વેક્સિન ‘કોવિશીલ્ડ’ને માન્યતા પ્રાપ્ત રસીઓની યાદીમાં સ્થાન ન આપનાર યુનાઈટેડ કિંગડમે આખરે ભારત સામે ઝૂકવું પડ્યું છે. યુકે સરકારે બુધવારે જણાવ્યું કે તેમણે ટ્રાવેલ એડવાઈઝરીમાં પુન: સંશોધન કરીને કોવિશીલ્ડને માન્યતા આપવામાં આવી છે. જોકે, હજુ પણ બહુ મોટો ફેર પડ્યો નથી.


માન્યતા આપી પણ ક્વોરન્ટાઇનના નિયમો હળવા ન કર્યા

યુકે સરકાર તરફથી કોવિશીલ્ડને માન્યતા તો આપી દેવામાં આવી છે પરંતુ તેની સાથે ક્વોરન્ટાઈનના નિયમો પણ હળવા કર્યા નથી. કારણ કે હજુ પણ બ્રિટન જનારા ભારતીય નાગરિકોએ ક્વોરન્ટાઈન રહેવું અનિવાર્ય રાખવામાં આવ્યું છે. યુકે સરકારે કહ્યું છે કે, જો કોઈ ભારતીયએ કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય અને તે યુકે જાય તો તેણે હજુ પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે. યુકેએ કહ્યું કે સર્ટીફિકેશન મામલે ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

યુકેની માર્ગદર્શિકા અનુસાર, 'એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સજેવેરિયા અને મોર્ડન ટેકેડા એમ ચાર રસીઓને માન્યતા આપવામાં આવે છે. જોકે, ભારતીયોએ કોવિશીલ્ડના બંને ડોઝ લઇ લીધા હોવા છતાં ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. તેમનું કહેવું છે કે સમસ્યા કોવિશીલ્ડ નથી પરંતુ તેમને ભારતના રસીકરણ પ્રમાણન પર શંકા છે. આ મામલે અમે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.'


ભારતે વાંધો ઉઠાવ્યો હતો

ભારતે વાંધો ઉઠાવ્યો હતો

યુકેની સરકારે થોડા દિવસો પહેલા એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. જેમાં દુનિયાભરની કેટલીક માન્યતા પ્રાપ્ત કોરોના વેક્સિનનો સામાવેશ કરવામાં આવ્યો હતો, જે રસી કોઈ વ્યક્તિએ લીધી હોય તેમને યુકેમાં પ્રવેશ્યા બાદ ક્વોરન્ટાઈન થવાની જરૂર રહેશે નહીં. પરંતુ આ યાદીમાં ભારતની ‘કોવિશીલ્ડ’નું નામ ન હતું. ‘કોવિશીલ્ડ’ એ ઓક્સફોર્ડની ‘એસ્ટ્રાઝેનેકા’ રસી જ છે જે અન્ય નામથી ભારતમાં બનાવવામાં આવે છે. છતાં કોવિશીલ્ડનો સમાવેશ ન થવાથી ભારત સરકારે કડક વલણ દાખવ્યું હતું.

ભારત સરકારે યુકે સરકારના આ નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો યુકે કોવિશીલ્ડ રસીને માન્યતા ન આપે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે, કોવિશીલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તેનાથી યુકે જતા ભારતીય નાગરિકોને અસર થશે. જોકે, તેમણે કહ્યું હતું કે, અમને ખાતરી આપવામાં આવી છે કે આ સમસ્યાના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top