ઉકાઈ ડેમમાં અધધ પાણીની આવક : 48 કલાકમાં ડેમની સપાટીમાં આટલા ફુટનો વધારો

ઉકાઈ ડેમમાં અધધ પાણીની આવક : 48 કલાકમાં ડેમની સપાટીમાં આટલા ફુટનો વધારો

07/26/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઉકાઈ ડેમમાં અધધ પાણીની આવક : 48 કલાકમાં ડેમની સપાટીમાં આટલા ફુટનો વધારો

સુરત: સુરતની (Surat) જીવાદોરી તાપી નદીના ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા ઉકાઈ ડેમમાં (Ukai Dam) સતત નવા નીર આવી રહ્યા છે. જેના કારણે 1.41 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. ડેમમાં બે દિવસથી અવિરત પાણીનો પ્રવાહ ચાલુ રહેતા સપાટી 321 ફુટે પહોંચી હતી.

બીજી તરફ હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે હથનુર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રહ્યું હતું.  બારડોલીમાં 6, ચોર્યાસીમાં 4, માંગરોળમાં એક ઇંચ, ઓલપાડમાં 5 અને ઉમરપાડામાં બે ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહ્યાં હતાં. ઉપરવાસમાં પણ વરસાદ વરસવાનું ચાલુ રહેતા ડેમમાં પાણીની અવિરત આવક ચાલુ રહી હતી. ઉકાઈ ડેમ અને હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે હથનુર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રહ્યું હતું. સાંજે પાણી છોડવાનું ઘટાડીને 52 હજાર ક્યુસેક રહ્યું હતું.

ઉકાઈ ડેમમાં કાલે રાત્રે 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જે સાંજે ઘટીને 1.19 લાખ ક્યુસેક નોંધાઈ હતી. આ સિવાય ડેમની સપાટી રાત્રે 320.53 ફુટે પહોંચી હતી. વીતેલા 48 કલાકમાં ડેમની સપાટીમાં સાતેક ફુટનો વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ટેસ્ટામાં બે ઇંચ, લખપુરીમાં એક ઇંચ, ચીખલધરામાં ત્રણ ઇંચ, બુરહાનપુરમાં અડધો ઇંચ, સારંગખેડામાં દોઢ ઇંચ અને ખેતીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં કુલ 235 મીમી વરસાદ નોધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છૂટાછવાયાં ઝાપટા પડ્યા હતાં. આ સિવાય હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા ડેમની સપાટીમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાર નદી, નાર નદી, કોલક નદી, દમણ ગંગા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. રવિવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. કપરાડા તાલુકામાં રવિવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ (Rain) વરસતા નદી, નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. જ્યારે નીચા કોઝવે પાણીમાં ગરક થતા વિવિધ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top