રેસ્ક્યુ માટે કાબુલ પહોંચેલું આ દેશનું વિમાન હાઈજેક, ઈરાન લઇ જવાયું : રિપોર્ટ

રેસ્ક્યુ માટે કાબુલ પહોંચેલું આ દેશનું વિમાન હાઈજેક, ઈરાન લઇ જવાયું : રિપોર્ટ

08/24/2021 World

SidhiKhabar

SidhiKhabar

રેસ્ક્યુ માટે કાબુલ પહોંચેલું આ દેશનું વિમાન હાઈજેક, ઈરાન લઇ જવાયું : રિપોર્ટ

કાબુલ: તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) કબજે કરી લીધા બાદ ભારત સહિત અનેક દેશો દ્વારા નાગરિકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે મંગળવારે રેસ્ક્યુ માટે પહોંચેલું યુક્રેનનું (Ukraine) એક વિમાન હાઈજેક (Plane Hijacked) થઇ ગયું હતું. યુક્રેન સરકારના મંત્રીએ મંગળવારે આ બાબતની જાણકારી આપી હતી. આ વિમાન ઈરાનમાં લાવવામાં આવ્યું છે.

રશિયાની ન્યૂઝ એજન્સી TASS દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા છે. જેમાં યુક્રેનના નાયબ વિદેશ મંત્રીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યુક્રેનિયન વિમાન અફઘાનિસ્તાનમાંથી યુક્રેનિયન નાગરિકોને લાવવા માટે કાબુલ પહોંચ્યું હતું અને ઈરાન જવા માટે ઉડાન ભરી રહ્યું હતું પરંતુ તે પહેલા જ તેને હાઈજેક કરી લેવામાં આવ્યું છે. જોકે રિપોર્ટમાં યુક્રેનિયન વિદેશ મંત્રીના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું હતું કે વિમાન આજે નહીં પરંતુ રવિવારે હાઈજેક કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન ચોરાઈ ગયું હતું અને કેટલાક અજાણ્યા લોકો તેને ઈરાન લઈ ગયા હતા જ્યારે વિમાન યુક્રેનના નાગરિકોને લાવવા મોકલવામાં આવ્યું હતું.

રશિયન ન્યૂઝ એજન્સીએ યુક્રેનના ડેપ્યુટી મિનિસ્ટરને ટાંકીને કહ્યું કે હાઇજેકર્સ હથિયારોથી સજ્જ હતા. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે વિમાનને શું થયું છે અથવા યુક્રેન દ્વારા વિમાનને પરત લાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લશ્કરી વિમાનમાં 83 લોકો સવાર હતા, જેમાં 31 યુક્રેનિયનોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી, 12 યુક્રેનિયન લશ્કરી માણસો પાછા ફર્યા છે, જ્યારે વિદેશી પત્રકારો અને કેટલાક અન્ય લોકોએ મદદ માંગી છે. જ્યારે 100 યુક્રેનિયનો હજુ પણ કાબુલમાં ફસાયેલા છે.

જોકે, બીજી તરફ ઈરાનના સિવિલ એવિએશન વિભાગના પ્રવક્તાએ વિમાન હાઈજેકની ખબરોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનનું વિમાન ઈરાનમાં રિ-ફયુલ માટે રોકાયું હતું. ત્યારબાદ તેણે ફરી ઉડાન ભરી અને હાલ તે કિવમાં લેન્ડ થઇ ચુક્યું છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top