સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- હિલ સ્ટેશનો ઉપર લોકો નિયમો નથી પાળી રહ્યા, નિયમો લાગુ કરવા અંગે કહી

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- હિલ સ્ટેશનો ઉપર લોકો નિયમો નથી પાળી રહ્યા, ફરી નિયમો લાગુ કરવા અંગે કહી આ વાત

07/06/2021 National

SidhiKhabar

SidhiKhabar

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- હિલ સ્ટેશનો ઉપર લોકો નિયમો નથી પાળી રહ્યા, નિયમો લાગુ કરવા અંગે કહી

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ભલે ઓછી થઇ ગઈ હોય, પરંતુ હજુ પણ કોરોના (Corona) દેશમાંથી સંપૂર્ણ નાબૂદ થયો નથી. ઉપરથી સંભવિત ત્રીજી લહેર અંગે દેશમાં અત્યારથી જ ચર્ચા શરૂ થઇ ગઈ છે. જોકે, કોરોનાની અસર ઓછી થતા લોકો નચિંત થઈને ભીડ ભેગી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને આજે સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને ચેતવણી આપી હતી કે કોરોનાની બીજી લહેર શાંત થઇ નથી. આ સંજોગોમાં લોકો લાપરવાહ બનીને ફરવાનું બંધ કરે. મંત્રાલય તરફથી એવા સંકેત પણ આપવામાં આવ્યા કે જો લોકો સાવધાની નહીં રાખે અને નિયમોનું પાલન ન કરે તો ફરીથી કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, જો લોકોના વ્યવહારમાં ફેર ન પડ્યો તો પરિસ્થિતિ બગડી શકે છે. સંક્રમણ ઓછું થયું છે, સાવ ખતમ નથી થઇ ગયું. એક ઓનલાઈન સર્વે ટાંકીને તેમણે કહ્યું કે ૮૭ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન થઇ રહ્યું નથી. ૬૯ ટકા લોકોએ માન્યું કે તેઓ માસ્કનો બરાબર ઉપયોગ નથી કરી રહ્યા તેમજ ૮૩ ટકા લોકોએ કહ્યું છે કે યાત્રા દરમિયાન તેઓ નિયમો નથી પાળી રહ્યા.

હિલ સ્ટેશનો પર લોકો કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા: સ્વાસ્થ્ય મંત્રાલય

તેમણે કહ્યું કે, હિલ સ્ટેશનો ઉપર પ્રવાસે આવતા લોકો હજુ પણ કોવિડ પ્રોટોકોલનું બરાબર પાલન કરી નથી રહ્યા. તેમણે કહ્યું કે જો નિયમોનું યોગ્ય પાલન નહીં કરવામાં આવે તો અમે નિયંત્રણોમાં આપેલી હળવાશ પરત ખેંચી લઈશું અને કડક નિયંત્રણો લાગુ કરીશું.

દેશમાં ૯ દિવસથી ૫૦ હજારથી ઓછા કેસ

મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં બીજી લહેર હજુ પૂરી થઈ નથી, તેથી કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. તાજા આંકડા રજૂ કરતાં તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના ૮૦ ટકા નવા કેસોમાં ૯૦ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધુ કેસ નોંધાયા છે. જોકે, આ દરમિયાન તેમણે રાહતના સમાચાર પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 9 દિવસથી દેશમાં ૫૦,૦૦૦ થી ઓછા કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ ઘટ્યા

અગ્રવાલે કહ્યુ કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5 લાખથી ઓછા છે. કોરોનાના મામલામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યોમાં ૧૦ ટકાથી વધુ પોઝિટિવિટી રેટની સાથે કેસ સામે આવી રહ્યાં છે. તેમણેહતું કે, જો કેટલાક જિલ્લાઓમાં વધુ ચેપ જોવા મળે છે, તો તેનો અર્થ એમ થશે કે કેટલાક વિસ્તારોમાં હજુ બીજી લહેરની અસર ચાલી રહી છે. તેમણે કહ્યું કે દેશમાં હજુ પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. જેમાં અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડના નામ સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top