ખેડૂતોના માથે ફરી આફત : આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ખેડૂતોના માથે ફરી આફત : આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

03/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખેડૂતોના માથે ફરી આફત : આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં જ્યાં એક તરફ ઠંડી ઘટી રહી છે અને ઉનાળાની રાહ જોવાઈ રહી છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરીને ચિંતા વધારી દીધી છે. આગામી સાતમી માર્ચના રોજ કેટલાક વિસ્તારોમાં માવઠાંની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાના કારણે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડિયા લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળશે. જેના કારણે પાંચથી દસ માર્ચ વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને સાત, આઠ અને નવમી માર્ચે વરસાદ પડી શકે છે. જોકે, આખા રાજ્યમાં નહીં પરંતુ ડાંગ-તાપી જેવા દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ પાંચમી પછી વાતાવરણ બદલાયેલું જોવા મળશે. ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીએ તેમની ચિંતા વધારી દીધી છે.

બીજી તરફ ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધારે રહેશે, જેના કારણે રાતના સમયે ગરમી અને ઉકળાટનો અનુભવ થશે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ બે વખત આકાશમાંથી અણધારી આફતનો વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે તેમ જાણવા મળ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top