કાર ચાલકો માટે સૌથી મહત્વના સમાચાર, 30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ

કાર ચાલકો માટે સૌથી મહત્વના સમાચાર, 30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ

09/06/2021 National

SidhiKhabar

SidhiKhabar

કાર ચાલકો માટે સૌથી મહત્વના સમાચાર, 30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ

નવી દિલ્હી : જો તમે કાર કે કોઇપણ વાહન ચલાવાત હો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. હવે 30 સપ્ટેમ્બર પહેલા તમારા વાહનો પર હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે. જે વાહનોમાં HSRP નહીં હોય, તેમણે ભારે દંડ ચૂકવવું પડશે. વાહનોની સલામતી સુધારવા માટે HSRP ફરજિયાત બનાવવામાં આવી હતી, પરંતુ આજ સુધી ઘણા વાહનોએ આ કામ પૂર્ણ કર્યું નથી. વહીવટીતંત્ર હવે આ બાબતે એક્શન મોડમાં છે. જોકે, અત્યારે આ કડક નિયમો નોઈડા, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં રહેશે.


વહીવટી અધિકારી  વિશ્વજીત પ્રતાપ સિંહનું સૂચન

માહિતી અનુસાર, સરકારે પહેલાથી જ HSRP લગાવવાના આદેશો આપ્યા હતા, લોકોને આ માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. 30 સપ્ટેમ્બર પહેલા  લોકોને વાહનો પર HSRP પ્લેટ લગાવવા અથવા તેના માટે નોંધણી (registration) કરાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ગાઝિયાબાદના આરટીઓ વહીવટી અધિકારી  વિશ્વજીત પ્રતાપ સિંહે કહ્યું છે કે જે વાહનોના માલિકોએ  હજુ સુધી HSRP પ્લેટ લગાવી નથી. તેઓએ 30 મી સપ્ટેમ્બર સુધીમાં તેને ફરજિયાતપણે લગાવી દેવી જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો તેમને ભારે દંડ થઈ શકે છે.

સરકારની સૂચનાઓના આદેશ પર તમામ વાહનો પર HSRP લડવા માટે આ તમામ પરેડ કરવામાં આવી રહી છે. ડેટા મુજબ, 1 એપ્રિલ 2019 ના રોજ ગાઝિયાબાદમાં 62,605 વાહન રજિસ્ટર થયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 19,000થી વધુ વાહનોમાં HSRP લગાડવામાં આવી છે. જ્યારે એપ્રિલ 2019 પહેલા 7,77,091 વાહનો રજિસ્ટર છે, તેમાંથી 2,20,473 વાહનોમાં HSRP લગાડેલી છે.


HSRPની માહિતી

HSRPની માહિતી

આ HSRP એલ્યુમિનિયમથી બનેલી નંબર પ્લેટ છે, જે બે Non-Reusable લોકથી લગાડવામાં આવે છે. જો આ લોક તૂટે છે, તો તે સ્પષ્ટ થાય છે કે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સાથે, તેમાં ક્રોમિયમ ધાતુમાં વાદળી રંગનું અશોક ચક્ર હોલોગ્રામ (hologram) છે જેનું કદ 20×20 મીમી છે. આ પ્લેટની નીચે ડાબી બાજુએ 10 અંકની પિન ધરાવે છે જે લેસર જનરેટેડ છે, જેના કારણે વાહનની સલામતી મજબૂત બને છે. આ સિવાય નંબર પ્લેટ પર લખેલા વાહનનો નંબર પણ થોડો ઉપસેલો (embossed) છે અને તેના પર ભારત લખેલું છે.


તમને જણાવી દઈએ કે, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એપ્રિલ 2019 પહેલા ખરીદેલા તમામ વાહનો પર HSRP ફરજિયાત કરી હતી. મંત્રાલયે 31 માર્ચ, 2005થી આ યોજના શરૂ કરી હતી અને વાહનોને આ પ્લેટ મેળવવા માટે બે વર્ષની મુદ્દત પણ આપી હતી. પરંતુ આજે પણ દેશમાં HSRP વગરના વાહનો રસ્તાઓ પર આડેધડ દોડી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top