દેશનો ઐતિહાસિક ચુકાદો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષ બાદ ચુકાદો, 38 દોષિતોને ફાંસીની સ

દેશનો ઐતિહાસિક ચુકાદો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષ બાદ ચુકાદો, 38 દોષિતોને ફાંસીની સજા

02/18/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દેશનો ઐતિહાસિક ચુકાદો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષ બાદ ચુકાદો, 38 દોષિતોને ફાંસીની સ

ગુજરાત ડેસ્ક : રાજ્યના અમદાવાદ શહેરમાં 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષ બાદ ચુકાદો જાહેર થયો છે. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોર્ટ અને તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી.


2008માં અમદાવાદના વિસ્તારોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સ્પેશિયલ જજ એ.આર.પટેલની કોર્ટે આદેશ પસાર કરવાની તારીખ 18 ફેબ્રુઆરી નક્કી કરી હતી. કોર્ટે શુક્રવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. દેશના ઈતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કુલ દોષિતોમાંથી 38ને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે જ્યારે 11ને આજીવન કેદની સજા આપવામાં આવી છે.


જ્યારે 56 લોકોના મોત થયા હતા

જ્યારે 56 લોકોના મોત થયા હતા

આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયા હતા. 70 મિનિટમાં 56 લોકોના મોત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસ 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં ચાલ્યો. ગયા અઠવાડિયે અદાલતે 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા અને અન્ય 28 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. મૃતકોનાં પરિવારને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.


સાબરમતી જેલમાં આરોપીની વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી

સાબરમતી જેલમાં આરોપીની વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી

કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 77 આરોપીઓ સામે ટ્રાયલની કાર્યવાહી પૂરી કરી હતી. ટ્રાયલ હેઠળના 78 આરોપીઓમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. સૌપ્રથમવાર આટલા મોટા કેસની કાર્યવાહી વીડિયો-કોન્ફરન્સથી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપી બંધ છે. તમામ આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા હતા. જેલમાં જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીડિયો-કોન્ફરન્સથી સુનાવણી ચાલી હતી. દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે અન્ય આરોપીઓ મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.


પોલીસે તબક્કાવાર ચાર્જશીટ દાખલ કરી હતી

પોલીસે તબક્કાવાર ચાર્જશીટ દાખલ કરી હતી

26 જુલાઇ 2008 શનિવારે સાંજે 6.15થી 7.45 સુધીના 90 મિનિટના સમયગાળામાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં પ્લાન્ટ કરાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 246 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. એમાં સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં ત્રાસવાદીઓએ પાર્ક કરેલી વેગન આર અને મારુતિ કારમાં બોંબબ્લાસ્ટ થયા હતા. આ કેસમાં પોલીસે 19 દિવસમાં કેસને ઉકેલી તબક્કાવાર આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top