વિજય રૂપાણીએ કહ્યું- ‘હું હજુ પણ CM છું’, જાણો કેમ?

વિજય રૂપાણીએ કહ્યું- ‘હું હજુ પણ CM છું’, જાણો કેમ?

09/13/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિજય રૂપાણીએ કહ્યું- ‘હું હજુ પણ CM છું’, જાણો કેમ?

ગાંધીનગર: જેઓ શનિવારે બપોર સુધી ‘મુખ્યમંત્રી’ હતા તેઓ હવે ‘પૂર્વ મુખ્યમંત્રી’ બની ચુક્યા છે અને તેમના સ્થાને હવે નવા નેતાએ ગુજરાતની ગાદી સંભાળી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપતા તેઓ ધારસભ્ય દળના નેતા ચૂંટાયા હતા.

ભુપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમના શપથગ્રહણમાં ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈએ આ સમારોહ બાદ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.


ભગવાનની કૃપા છે, કોમન હતો અને કોમન મેન જ રહીશ : વિજય રૂપાણી

તેમણે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ ભુપેન્દ્રભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કહ્યું હતું કે, ‘આજે હું લોકો વચ્ચે જઈશ તો લોકો પોતાનો જ ગણીને મને સ્વીકારશે. જો મને અભિમાન આવી ગયું હોત તો સ્વાભાવિક છે કે લોકોને પણ ન ગમત. ભગવાનની કૃપા છે, કોમન મેન છું, કોમન મેન જ રહીશ.’ ત્યારબાદ તેમણે હળવા મૂડમાં કહ્યું હતું કે, ‘હજુ પણ હું સીએમ છું જ, કોમન મેન.’ તેમણે CM નો અર્થ કોમન મેન કર્યો હતો.


નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણી અંગે શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણી અંગે શું કહ્યું?

ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સીએમ પદના શપથ લીધા બાદ તેમણે ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી તો વિજય રૂપાણીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રી તરીકેના તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં વિજય રૂપાણીજીએ ઘણા લોકોપયોગી પગલાં લીધા. સમાજના દરેક વર્ગ માટે તેમણે અથાક મહેનત કરી છે. મને વિશ્વાસ છે કે તેઓ આવનારા સમયમાં પણ જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે.’

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ ગુજરાતના સીએમ તરીકે સુકાન સાંભળ્યા બાદ વિજયભાઈએ શનિવારે અચાનક રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ નવા સીએમ તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તેઓ રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી અને ભાજપના છઠ્ઠા મુખ્યમંત્રી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top