Cricket World : કિંગ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ રહ્યો છે? કોહલીની આ પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા!

Cricket World : કિંગ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ રહ્યો છે? કોહલીની આ પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા!

11/27/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

Cricket World : કિંગ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ રહ્યો છે? કોહલીની આ પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા!

સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં ખાસ પ્રદર્શન બતાવ્યું નહતું. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી અને એ પછીથી એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર દિનેશ કાર્તિક અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન માટે આ છેલ્લો વર્લ્ડ કપ હતો.


ટી20 વર્લ્ડ કપમાં તક મળવી અઘરી

હવે આ બધાને બે વર્ષ પછી યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં તક મળવી અઘરી છે. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કોહલીએ શનિવારે એક પોસ્ટ શેર કરી હતી અને તેને જોઈને તેના ચાહકો ચોંકી ગયા હતા, કિંગ કોહલીએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલી ઇનિંગ્સને યાદ કરી અને એક ફોટો પણ શેર કર્યો હતો.


કોહલીની આ પોસ્ટથી ફેન્સને લાગ્યો ઝટકો

જણાવી દઈએ કે કિંગ કોહલીની આ પોસ્ટ જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ ડરી ગયા હતા અને એમને લાગ્યું કે કોહલીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કોહલીએ આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી છે. તેના પર કમેન્ટ કરતાં ફેન્સે લખ્યું હતું કે , 'સર આવી પોસ્ટ શેર કરશો નહીં. હાર્ટ એટેક આપ્યો. એક વાર એવું લાગ્યું કે તમે નિવૃત્તિ લઈ લીધી છે.'


મુંબઈના 26/11ના આતંકી હુમલા સાથે કનેક્શન જોડાયું

મુંબઈના 26/11ના આતંકી હુમલા સાથે કનેક્શન જોડાયું

જો કે આ પોસ્ટ પર ઘણા લોકો એ અલગ અલગ કોમેન્ટ કરી છે. અન્ય એક યુઝરે લખ્યું, 'આવી પોસ્ટ કરીને તમે મને 10 સેકન્ડ માટે ડરાવ્યો, મને એવું લાગતું હતું કે નિવૃત્તિના સમાચાર છે.' તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, 'હેપ્પી રિટાયરમેન્ટ કિંગ.' આ ઉપરાંત અન્ય એક યુઝરે આ પોસ્ટને મુંબઈમાં 26/11ના આતંકી હુમલા સાથે જોડતા એમ લખ્યું કે "વિરાટ કોહલી સર આજે કેમ પોસ્ટ કરી, શું તમે કનેક્શન સમજી રહ્યા છો?"


ધોનીએ આવી જ રીતે લીધો હતો સંન્યાસ

ધોનીએ આવી જ રીતે લીધો હતો સંન્યાસ

જણાવી દઈએ કે કોહલીએ શેર કરેલા ફોટામાં તે બેટ સાથે પેવેલિયન પરત ફરતો જોવા મળે છે અને આ સાથે કોહલીએ પોસ્ટમાં લખ્યું હતું કે, '23 ઓક્ટોબર 2022 મારા દિલમાં હંમેશા ખાસ રહેશે. પહેલા ક્યારેય મેં આવી એનર્જી ક્રિકેટમાં મહેસુસ ન હતી કરી. કેવી શાનદાર સાંજ હતી એ.' આવી જ રીતે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બે વર્ષ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 15 ઓગસ્ટ 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'તમારા બધા પ્રેમ અને સમર્થન માટે આભાર. મને 7.29 વાગ્યાથી નિવૃત્ત ગણો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top