Gujarat : આવતીકાલના રોજ સુરતના આ વિસ્તારોમાં પાણી પુરવઠો નહિ મળે; લોકોને પર્યાપ્ત વપરાશ કરવા વિ

Gujarat : આવતીકાલના રોજ સુરતના આ વિસ્તારોમાં પાણી પુરવઠો નહિ મળે; લોકોને પર્યાપ્ત વપરાશ કરવા વિનંતી, જાણો શું છે કારણ?

10/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : આવતીકાલના રોજ સુરતના આ વિસ્તારોમાં પાણી પુરવઠો નહિ મળે; લોકોને પર્યાપ્ત વપરાશ કરવા વિ

ગુજરાત ડેસ્ક : સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના કોસાડ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થતા વાલ્વને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરોલી-કોસાડ અને છાપરાભાઠામાં આવતીકાલે ગુરુવાર અને શુક્રવારે વાલ્વ રિપેરિંગનું કામ શરૂ થતાં પાણી પુરવઠો નહીં મળે. જેથી આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની બચત કરવા તેમજ પાણીનો પર્યાપ્ત વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે.


વાલ્વ લીકેજની ઘટના

વાલ્વ લીકેજની ઘટના

સુરતના કતારગામ ઝોન વિસ્તારના કોસાડ ખાતે પાણીની લાઈનમાં વાલ્વમાં લીકેજ થયું હતું. 20 સપ્ટેમ્બરે વાલ્વ લીકેજની ઘટના બાદ હાલમાં વાલ્વ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સમારકામના કામને કારણે અમરોલી, છાપરભાટા અને કોસાડમાં 6 ઓક્ટોબરે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. જેની આંશિક અસર 7મીએ પણ જોવા મળશે.


લાઇનના વાલ્વમાં ફોલ્ટ જોવા મળ્યો

લાઇનના વાલ્વમાં ફોલ્ટ જોવા મળ્યો

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે જણાવ્યું હતું કે કોસાડ હાઉસિંગ વિસ્તારની ઓવરહેડ પાણીની ટાંકીના ઇનકમિંગ લાઇનના વાલ્વમાં ફોલ્ટ જોવા મળ્યો હતો. આ વાલ્વ બદલવા માટે આગામી તા. આ કામગીરી 6 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. જેના કારણે આ ટાંકી દ્વારા લોકોને આપવામાં આવતો પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહીં.


લો-પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે

આ કામગીરીની અસર અમરોલી ગામના H1 થી H5 આવાસ વિસ્તાર, માન સરોવર સર્કલથી અમરોલી ચાર રસ્તા, છાપરાભાઠા મેઈન રોડ, ગુજરાત હે.બોર્ડ, માલધારી કોલોની, કોસાડમાં 6 ઓક્ટોબરે પાણી કાપ રહેશે. આ કામ સાંજે પૂર્ણ થશે. જો કે, 7 ઓક્ટોબરે સમગ્ર વિસ્તારમાં લો-પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે. આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા અને કરકરુસ પુરવક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top