ગુજરાતના આ શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત, આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર

ગુજરાતના આ શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત, આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર

06/14/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત, આરોગ્ય વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર

ગુજરાત ડેસ્ક : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની માર્ગદર્શિકા હેઠળ જાહેર સ્થળો, ભીડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટિપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરેનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. જેઓ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન ન કરશે તેમને દંડ ફટકારવામાં આવશે, જેથી ફરી એકવાર લોકોએ માસ્ક પહેરવું જરૂરી બનશે, અને જે કોઈ માસ્ક નહીં પહેરે તેને પણ દંડ કરવામાં આવશે.


રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે:

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે:

દેશ અને રાજ્ય (ગુજરાત)માં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્યમાં કોરોનાના 140 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સતત પાંચમા દિવસે 100 થી વધુ કેસ નોંધાયા છે જેમાં ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે. હવેથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેમને AMC ટીમ દ્વારા દંડ કરવામાં આવશે.


માસ્ક નહીં પહેરનારને દંડ કરવામાં આવશે:

તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાની માર્ગદર્શિકા તપાસવામાં આવશે. કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવામાં આવશે. તેથી હવે લોકોએ ફરીથી માસ્ક પહેરવું પડશે. જે કોઈ માસ્ક નહીં પહેરે તેને દંડ કરવામાં આવશે.


'અમારી લોકોને અપીલ કે તેઓ માસ્ક પહેરે': આરોગ્ય વિભાગના વડા

'અમારી લોકોને અપીલ કે તેઓ માસ્ક પહેરે': આરોગ્ય વિભાગના વડા

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં જાહેર સ્થળોએ અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. શહેર સોમવારથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે. આજે અમે લોકોને માસ્ક પહેરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરીએ છીએ.હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો આગામી દિવસોમાં અલગ-અલગ જગ્યાએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે. .'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top