રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ

11/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ

ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે માવઠાંની આગાહી કરવામાં આવી હતી. જે બાદ ગઈકાલે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 


ખેડૂતો ચિંતામાં

ખેડૂતો ચિંતામાં

આજે સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાયો હતો તો રાજકોટ શહેરનું વાતાવરણ પણ સવારથી વાદળછાયું રહ્યું છે. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં સવારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. પાલનપુર, દિયોદર, વડગામ, કાંકરેંજ, ડીસા સહિત અનેક પંથકમાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તૈયાર ખેતપેદાશો પલળી જવાની શક્યતા છે જ્યારે ઉત્તરના કેટલાક ખેડૂતોના પાકોને પણ નુકસાન થવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતો પાકને સલામત સ્થળે ખસેડી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે અગાઉથી જ ચેતવણી આપીને ખેડૂતોને પાક અને ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી દેવાની અપીલ કરી હતી. 


હજુ એક દિવસ પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે 17, 18 અને 19 નવેમ્બરના રોજ વરસાદની આગાહી કરી હતી. જે અનુસાર, હજુ એક દિવસ માટે વરસાદી ઝાપટાં પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ નકારી શકાય નહીં.

17 મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હતી. જોકે, ગઈકાલે નવસારી અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ હતો. આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top