ઝડપથી ઘટાડવું છે વજન? તો જરૂરથી ખાઓ ભીંડા, આ બીમારીઓથી રાખશે દૂર

ઝડપથી ઘટાડવું છે વજન? તો જરૂરથી ખાઓ ભીંડા, આ બીમારીઓથી રાખશે દૂર

05/16/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઝડપથી ઘટાડવું છે વજન? તો જરૂરથી ખાઓ ભીંડા, આ બીમારીઓથી રાખશે દૂર

ભીંડા માત્ર શરીરને પોષક તત્વો પ્રદાન કરે છે એટલું જ નહીં, તેના સેવનથી તમારું વજન પણ નિયંત્રિત કરી શકાય છે. આ એક એવું લીલું શાકભાજી છે, જેનાથી ઘણી બીમારીઓ પણ દૂર રહે છે. તે બ્લડ શુગરને (Blood sugar) કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદગાર છે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓ (Patients with diabetes) માટે પણ ભીંડા વરદાનથી ઓછુ નથી. વાસ્તવમાં ભીંડામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.


જો તમે દરરોજ 100 ગ્રામ ભીંડાનું સેવન કરો છો, તો તમારા શરીરને જરૂરી વિટામિન સીની 38 ટકા માત્રા તેનાથી પૂરી થાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે, વિટામિન-સી તમને ઘણી બીમારીઓ અને ચેપથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ કે આ સિવાય ભીંડાનું સેવન કરવાથી શું ફાયદા થાય છે.


ભીંડાનું સેવન કરવાથી વજન ઘટશે :

ભીંડા વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં, આ શાકભાજીમાં ફાઈબરની માત્રા ખૂબ સારી છે. આવી સ્થિતિમાં તેના સેવનથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. એટલે કે આ શાકભાજીમાં તમને બિલકુલ કેલરી નહીં મળે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.


કેન્સરમાં પણ મદદ કરશે :

તે કેન્સરમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો છો, તો તે તમારા આંતરડામાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. એટલે કે તે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે.


ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે :

આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડા વરદાનથી ઓછા નથી. જો તમે તેને તમારા આહારમાં સામેલ કરશો તો તમારુ બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે, જો કે ગંભીર દર્દીઓએ તેનું સેવન કરતા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top