નરેશ પટેલે એવું તો શું માંગી લીધું કે કોંગ્રેસના નેતાઓએ 20 મિનિટમાં ચાલતી પકડી, નરેશ પટેલ સાથેન

નરેશ પટેલે એવું તો શું માંગી લીધું કે કોંગ્રેસના નેતાઓએ 20 મિનિટમાં ચાલતી પકડી, નરેશ પટેલ સાથેની બેઠક રહી નિષ્ફળ

05/19/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નરેશ પટેલે એવું તો શું માંગી લીધું કે કોંગ્રેસના નેતાઓએ 20 મિનિટમાં ચાલતી પકડી, નરેશ પટેલ સાથેન

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણી ટાણે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસના નેતાઓથી નારાજ હોવાથી બુધવારે તેણે રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પહેલાં રાજ્યમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે. ત્યારે આજે રાજકોટ ખાતે નરેશ પટેલના (Naresh Patel) ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ હતી. 


રાજકોટ ખાતે આવેલા નરેશ પટેલના શીવાંગ ફાર્મ હાઉસમાં કોંગ્રેસના નેતા રધુ શર્મા, લલીત કથીગરા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ નરેશ પટેલ સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. આ બેઠકમાં માત્ર 20 મિનિટ ચર્ચા કરી કોંગ્રેસ પ્રદેશના નેતાઓએ ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના રાજીનામા બાદ આ પ્રથમ બેઠક છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલે ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા અને મુખ્યમંત્રી પદ માટેની માંગણીઓ કરી હોવાની ચર્ચા થઇ હતી. જોકે આ મુદ્દે કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રઘુરામ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મૌન સેવી લીધું હતું. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે માત્ર ચા-નાસ્તો કરી શુભેચ્છા મુલાકાત કરી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી લઇને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઇ છે.  "સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આગેવાનોની આજે બેઠક મળી રહી છે. ઉદેપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ ત્યાં લેવાયેલા નિર્ણયોનો અમલ કેવી રીતે કરવો તેના વિશે બેઠકમાં ચર્ચા થશે. કૉંગ્રેસ પાર્ટી 2022 અને 2024ની ચૂંટણી માટે તૈયાર છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top