દિલ્હી બ્લાસ્ટના ભણકારા સમ્યા નથી ત્યાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાઇકોર્ટની બહાર બ્લાસ

દિલ્હી બ્લાસ્ટના ભણકારા સમ્યા નથી ત્યાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાઇકોર્ટની બહાર બ્લાસ્ટ, મૃત્યુઆંક આટલો, જાણો

11/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી બ્લાસ્ટના ભણકારા સમ્યા નથી ત્યાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાઇકોર્ટની બહાર બ્લાસ

ભારતમાં દિલ્હી બ્લાસ્ટના ભણકારા હજુ સમ્યા નથી ત્યાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાઇકોર્ટ નજીક લગભગ ૧૨:૩૦ વાગ્યાની આસપાસ એક કારમાં વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં ૧૨ લોકોના મોત થયા હોવાના સમાચાર છે ઉપરાંત ૨૦થી ૨૫ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે

ઇસ્લામાબાદ કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભેલી એક કારમાં સિલિન્ડર ફાટવાથી આ બ્લાસ્ટ થયો છે. જેનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ભારે ટ્રાફિક અને ભીડ વચ્ચે થયેલા આ બ્લાસ્ટમાં કેટલાક વકીલો અને નાગરિકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસે વિસ્તાર સીલ કરીને પ્રાથમિક તપાસ શરુ કરી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


કોર્ટની કામગીરી સ્થગિત

કોર્ટની કામગીરી સ્થગિત

જો કે પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ તો આ બ્લાસ્ટ સિલિન્ડર ફાટવાને કારણે થયો હોવાનું પોલીસ માની રહી છે, પરંતુ મામલાની સઘન તપાસ ચાલુ છે. ઘટનાસ્થળે સુરક્ષા દળો અને ફોરેન્સિક ટીમોએ પોતાનું કામ શરૂ કર્યું છે, જે ધમાકાના કારણ અને સંભવિત બેદરકારીની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી કોર્ટની તમામ કામગીરી સ્થગિત કરાઈ છે. અને પોલીસે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top