પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર મેળવવા છતાં RJD કેમ હારી? કોણે તેજસ્વીની રણનીતિને કેવી નિષ્ફળ બનાવ

પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર મેળવવા છતાં RJD કેમ હારી? કોણે તેજસ્વીની રણનીતિને કેવી નિષ્ફળ બનાવી?

11/14/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર મેળવવા છતાં RJD કેમ હારી? કોણે તેજસ્વીની રણનીતિને કેવી નિષ્ફળ બનાવ

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના વલણોમાં, NDA 200 થી વધુ બેઠકો પર આગળ છે, જે 122 બેઠકોના બહુમતી આંકથી ઘણી આગળ છે. દરમિયાન, મોટાભાગના વલણોમાં RJDના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન 60 બેઠકોથી નીચે આવી રહ્યું હોય તેવું લાગે છે. આ વલણો તેજસ્વી યાદવની વ્યક્તિગત લોકપ્રિયતા અને બેરોજગારીને કાબુમાં લેવા માટે 3 કરોડ સરકારી નોકરીઓના તેમના મોટા વચનમાં લોકોના વિશ્વાસની વાસ્તવિકતા દર્શાવે છે. ચાલો આ આર્ટિકલમાં સમજીએ મોટાભાગના મતદારો તેજસ્વી યાદવના વચનો પર કેમ વિશ્વાસ ન કરી શક્યા. આ ઉપરાંત, મહિલાઓ તરફથી NDAને મળેલા ભારે સમર્થનથી મતદાન કરનારા યુવાનોની અસર કેવી રીતે વધી ગઈ.


દરેક ઘરે નોકરી આપવાનું વચન કામ ન આવ્યું

દરેક ઘરે નોકરી આપવાનું વચન કામ ન આવ્યું

મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર તેજસ્વી યદવે તેમનો આખો ચૂંટણી પ્રચાર "બેરોજગારી દૂર કરો" ની આસપાસ કેન્દ્રિત કર્યો હતો. તેમણે બિહારના દરેક ઘરમાં સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે નોકરીઓ પૂરી પાડવા માટે સીધો કાયદો બનાવવાની વાત પણ કરી. યુવાનોને આકર્ષવા માટે તેમણે એક વિશાળ સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ કરી અને "યુવા સંકલ્પ યાત્રા"નું પણ આયોજન કર્યું. તેજસ્વીએ દાવો કર્યો કે બિહારના યુવાનોએ 20 વર્ષ જૂની નીતિશ કુમાર સરકારને ઉથલાવી પાડવા માટે મતદાન કર્યું હતું. પરંતુ હવે આ દાવો ખોટો સાબિત થતો દેખાય છે.


પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર હોવા છતાં RJD કેમ હારી ગઈ?

પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર હોવા છતાં RJD કેમ હારી ગઈ?

હવે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વીને નિષ્ફળ બનાવવાના પરિબળોને સમજીએ. એ પહેલા પહેલાસમજીએ RJDને પાછલી ચૂંટણી જેટલો જ વોટ શેર મળ્યો, છતાં તેના ઉમેદવારો બેઠકો જીતી ન શક્યા . છેલ્લી ચૂંટણીમાં, RJDનો વોટ શેર 23 ટકા હતો, જે આ ચૂંટણી જેટલો જ છે. છતાં, RJD પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે. ગઈ વખતે, 23 ટકા મત સાથે તેજસ્વીએ 75 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે, સમાન વોટ શેર હોવા છતાં, RJD લગભગ 30 બેઠકો સુધી મર્યાદિત દેખાય છે.

મહિલાઓના મજબૂત મતદાને RJDના ખેલને બગાડ નાખ્યો

 RJDના મત હિસ્સાથી જાણવા મળે છે કે, ગત વખતની જેમ, યુવાનોએ તેજસ્વીની પાર્ટીને મતદાન કર્યું હતું, પરંતુ મહિલાઓએ NDA ગઠબંધનને વધુ મતદાન કર્યું. આ સૂચવે છે કે આ વખતે મહિલાઓ અને પુરુષો વચ્ચે લગભગ 9 ટકાનો તફાવત છે. 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન લગભગ 67 ટકા જોવા મળ્યું હતું, જેમાં મહિલાઓએ 71.6 ટકા મતદાન કર્યું હતું, જ્યારે પુરુષોએ માત્ર 62.8 ટકા મતદાન કર્યું હતું. 9 ટકાનો વધતો હિસ્સો દર્શાવે છે કે, મહિલાઓએ પરિવારના દબાણને વશ થયા વિના, સુરક્ષા, સ્વરોજગાર અને જીવિકા દીદી જેવા મુદ્દાઓ પર NDAને પૂરા દિલથી ટેકો આપ્યો હતો. આ જ કારણ છે કે તેજસ્વી 23 ટકા મત મેળવવા છતાં હારી ગઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top