નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ સીએમ તરીકે પ્રોજેક્ટ થશે? ગુજરાતમાં ચ

નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ સીએમ તરીકે પ્રોજેક્ટ થશે? ગુજરાતમાં ચૂંટણી પહેલા ચકચાર

03/30/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ સીએમ તરીકે પ્રોજેક્ટ થશે? ગુજરાતમાં ચ

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય રીતે આ ચૂંટણીઓ (Gujarat Essembly Elections 2022) ચાલુ વર્ષના અંતે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન યોજાઈ શકે છે. પરંતુ ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ધૂંઆધાર જીત પછી પાર્ટીનો આત્મવિશ્વાસ બેવડાયો છે. બીજી તરફ લાંબા સમયથી રાજકારણમાં આવું-આવું કરતા નરેશ પટેલ વિષે પણ અટકળો તેજ થઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીઓ દરમિયાન રણનીતિકાર તરીકે નામના મેળવનાર પ્રશાંત કિશોર પણ એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન રાજકારણમાં સક્રિય પ્રવેશ કરે એવી વાતો ચાલી રહી છે.


શું નરેશ પટેલ સીએમ તરીકે પ્રોજેક્ટ થવા ઈચ્છે છે?

શું નરેશ પટેલ સીએમ તરીકે પ્રોજેક્ટ થવા ઈચ્છે છે?

ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અને પાટીદાર સમાજમાં પ્રભુત્વ ધરાવનાર નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં સક્રિય થવા અંગેની ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે. આથી ગુજરાતની દરેક મુખ્ય રાજકીય પાર્ટી નરેશ પટેલને આવકારવા આતુર છે. કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા અંગે આમંત્રણ આપી ચૂક્યા છે. એવું પણ કહેવાય છે કે થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ નરેશ પટેલ સાથે મંત્રણા કરી ચૂક્યા છે. નરેશ પટેલની સામાન્ય છાપ ભલે કોંગ્રેસ તરફી આગેવાન તરીકેની હોય, પણ થોડા સમય પર તેઓ આમ આદમી પાર્ટીના પણ ભરપેટ વખાણ કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં એક વર્ગ એવું માને છે કે નરેશ પટેલ દિવસે દિવસે ક્ષીણ થઇ રહેલી કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું પસંદ કરશે.

બીજી તરફ એવી ચર્ચા પણ ચાલે છે કે નરેશ પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ થવા ઈચ્છે છે. જો કોંગ્રેસ એમને પ્રોજેક્ટ કરવા રાજી થાય, તો તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે ગઈ વિધાનસભા ચૂંટણીઓ વખતે પાટીદાર આંદોલન દ્વારા ભાજપણે ટક્કર આપનાર હાર્દિક પટેલ ઓલરેડી કોંગ્રેસમાં પાટીદાર નેતા તરીકે છે જ. એટલે નરેશ પટેલને પક્ષ કઈ જવાબદારી સોંપશે, એ હાલપૂરતો અટકળનો વિષય છે.


પ્રશાંત કિશોર ગુજરાત ચૂંટણીઓમાં ઝૂકાવશે?

પ્રશાંત કિશોર ગુજરાત ચૂંટણીઓમાં ઝૂકાવશે?

અત્યાર સુધી ચુનાવી રણનીતિકાર તરીકે કામ કરી રહેલા પ્રશાંત કિશોર (Prashant Kishor) હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી સક્રિય રાજકારણમાં ઝુકાવે એવી ય શક્યતાઓ દેખાઈ રહી છે. એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમિયાન નરેશ પટેલ અને પ્રશાંત કિશોર, બન્ને જણ પોતાના રાજકીય આયોજન વિષે જાહેરાત કરશે એવું મનાઈ રહ્યું છે. જો કે એટલી વાત તો સ્પષ્ટ છે કે પ્રશાંત કિશોરને ગુજરાત કરતા વધુ રસ કેન્દ્રિય સ્તરની રાજનીતિમાં છે. આથી ગુજરાત ચૂંટણીઓ દ્વારા તેમનું અંતિમ લક્ષ્ય તો દિલ્હી જ રહેશે, એમાં બે મત નથી.


ભાજપ પણ એક્શન મોડમાં

ભાજપ પણ એક્શન મોડમાં

ભાજપ આમે ય પોતાના કાર્યકરોને સદા ઇલેક્શન મોડમાં રાખે છે. આથી ચૂંટણી સમયે ભાજપની ફોજ સૌથી વધારે દોડતી જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં જે રાજકીય પારો ઉપર જવાની શરુઆત થઇ છે, એમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહના આગામી પ્રવાસો વધુ મહત્વના સાબિત થશે. પીએમ મોદી બે વખત, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એક વાર ગુજરાતના પ્રવાસે આવનાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top