ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે

ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે

05/13/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે

કોલકાતા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના દમ પર મેચ જીતાડનાર એક ખેલાડીએ ટૂર્નામેન્ટ વચ્ચે ટીમનો સાથ છોડી દીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર પેટ કમિંસ (Pat Cummins) IPL 2022 માં આગળ રમી શકશે નહીં કેમ તે હીપ્સ ઇન્જરીની સારવાર માટે પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.


ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુના એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયન ટીમનો ટેસ્ટ કેપ્નટ પેટ કમિંસ આગામી મહિને શ્રીલંકાના પ્રવાસ પહેલા ફિટનેસ પ્રાપ્ત કરવા માટે સિડની પરત ફરી રહ્યો છે. પેટ કમિંસને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમિંસને સંપૂર્ણ રીતે ફીટ થવા માટે 15 દિવસનો સમય લાગવાની સંભાવના છે.


ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત કમિંસ વનડે અને ટી20 ટીમનો પણ એક મહત્વપૂર્ણ સભ્ય છે. આ વચ્ચે કેકેઆરના ટીમ મેનેજમેનટે આ વાતની પુષ્ટી કરી નથી કે કમિંસ આગળ મેચ રમશે નહીં. કમિંસે આ સીઝનમાં આઇપીએલમાં માત્ર 5 મેચ રમ્યો છે.


જેમાં તેણે સાત વિકેટ લેવા ઉપરાંત 63 રન બનાવ્યા છે. તેમાં મુંબઇ ઇન્ડિયસ સામે 14 બોલ પર રમાયેલી નાબાદ 56 રનની ઇનિંગ પણ સામેલ છે. કેકેઆરની 12 મેચમાં માત્ર 10 પોઈન્ટ છે અને તે બહાર થવાની અણીએ છે. કેકેઆરની હવે પછીની મેચ શનિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top