ચેતી જજો : ૨૦૦ રૂપિયાની થાળી હજારોમાં પડી! મફતના ભોજનના ચક્કરમાં બેંકનું ખાતું સફાચટ થઈ ગયું!

ચેતી જજો : ૨૦૦ રૂપિયાની થાળી હજારોમાં પડી! મફતના ભોજનના ચક્કરમાં બેંકનું ખાતું સફાચટ થઈ ગયું!

09/09/2021 National

SidhiKhabar

SidhiKhabar

ચેતી જજો : ૨૦૦ રૂપિયાની થાળી હજારોમાં પડી! મફતના ભોજનના ચક્કરમાં બેંકનું ખાતું સફાચટ થઈ ગયું!

મિલ્ટન ફ્રાઇડમેન નામના ચિંતકનું એક વિધાન બહુ જાણીતું છે. "There is No Free Lunch"! અર્થાત, ક્યારેય કોઈને મફતનું ભોજન મળતું નથી! તમારે પેટ ભરવા માટે કામ કરવું જ પડે છે. જો આ મતલબી દુનિયામાં કોઈ તમને મફતનું ભોજન આપતું હોય, તો આવું કરવા પાછળ એ વ્યક્તિની બદનિયત કારણભૂત હોઈ શકે છે. જો કે આટલી સાદી વાત લોકો સમજતા નથી, પરિણામે ફ્રી લંચના ચક્કરમાં અનેક લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી જતો હોય છે. આવો જ એક બનાવ ઉત્તરપ્રદેશ (UP)ના મેરઠમાં બન્યો.


મોબાઈલના એક મેસેજ દ્વારા કરાયું ફ્રોડ

મોબાઈલના એક મેસેજ દ્વારા કરાયું ફ્રોડ

મેરઠના એક ટીચર(teacher) 'ફ્રી લંચ'ની લાલચમાં ફસાયા હતા. આ ટીચરનું નામ વિનિતા ચૌબે છે. મફત ભોજનની લાલચમાં એમને કુલ ૫૩,૦૦૦ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે! ઓનલાઈન છેતરપિંડી થયાની જાણ થતા જ, તે પોલીસ સ્ટેશન ગઈ, અને તેની સાથે થયેલા સાઈબર ક્રાઈમની(crime) ફરિયાદ નોંધાવી.

પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા તેને ઘટના બાબતે બધી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે એફ.આઈ.આરમાં જણાવ્યું કે, તેના ફેસબુક એકાઉન્ટ પર એક હોટલમાંથી ભોજનની ઓફર આવી હતી. જેમાં એક થાળી સાથે બીજી થાળી ફ્રી આવી ઓફર લખી હતી.જેમાં થાળીની કિંમત ૨૦૦ રૂપિયા હતી, અને તેમાં મેનુ જાતે પસંદ કરવાનું હતું. તેણે જણાવ્યું કે, તેણે વધારે માહિતી જાણવા માટે તેમાં આપેલ લીંક પર ક્લિક કર્યું, અને ત્યારબાદ તેમના ફોનમાં કોલ આવ્યો હતો. જેમાં ઓફર વિશેની તમામ માહિતી આપવામાં આવી. આ દરમિયાન વિનિતાએ લીંક પર ક્લિક કરવાની સાથે બેંકમાંથી બધા પૈસા ઉડી ગયા. ફ્રોડ કરનાર દ્વારા પહેલા તેમના બેંક ખાતામાંથી માત્ર ૧૦  રૂપિયા જ કાવામાં આવ્યા હતા. પરંતુ થોડા ટાઈમ બાદ ફોનમાં બેંક દ્વારા એક મેસેજ આવ્યો. જેમાં ૫૩૦૦૦ રૂપિયા કપાઈ ગયા હતા. જે મેસેજ જોતાની સાથે જ વિનિતાના હોશ ઉડી ગયા.


પોલીસ દ્વારા અપાઈ સૂચના :

પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ ગઈ છે, અને હવે આગળ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસે લોકો ને સૂચના આપતા જણાવ્યું કે, રોજે ઘણા બધા આવા ક્રાઈમ બાબતે એફ.આઈ.આર અમે નોંધતા હોઈએ છીએ, પરંતું તેમાંથી અમુક જ પકડતા હોય છે. આથી સોશિયલ મીડિયામાં આવતી આવી ઓફરથી સાવધાની વરતવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top