વાળ તો મહિલાઓના પણ ખરે છે તો પછી પુરુષોને જ કેમ ટાલ? જાણો કારણ!

વાળ તો મહિલાઓના પણ ખરે છે તો પછી પુરુષોને જ કેમ ટાલ? જાણો કારણ!

10/04/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

વાળ તો મહિલાઓના પણ ખરે છે તો પછી પુરુષોને જ કેમ ટાલ? જાણો કારણ!

ખરાબ લાઈફસ્ટાઈલ અને જંકફૂડના સેવનના કારણે આજે બધાજ વ્યક્તિમાં વાળ ખરવાની(Hair fall) સમસ્યા જોવા મળે છે. આ યુગમાં ભાગ્યેજ કોઈક વ્યક્તિ એવ્ય હસે જે એમ કહે કે, મારા વાળ ખરતા નથી. ધીરે ધીરે આ સમસ્યા વધતી જોવા મળી રહી છે. વધારે વાળ ખરવાના પગલે લાંબા સમયે ટાલ પડવાની સમસ્યા જોવા મળે છે. પરંતુ કેટલાક પુરુષોને ટાલ વારસાગત હોય છે. કેટલાય લોકો આજે ટાલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા પુરુષોમાં વધારે પડતી જોવા મળતી હોય છે. ટાલની સમસ્યામાં માથાના અમુક હિસ્સામાં વાળ ગાયબ થઇ જાય છે. કેટલાક લોકો પોતાની ટાલ છુપાવવા માટે વિગનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે છે. પરંતુ ટાલની(Baldness) સમસ્યા શા માટે ફક્ત પુરુષોમાં જ જોવા મળે છે. સ્ત્રીઓમાં મોટા ભાગે આ સમસ્યા જોવા મળતી નથી.


વાળ ખરવાની સમસ્યા મોટે ભાગે બધીજ મહિલાઓમાં જોવા મળતી હોય છે જેના પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં તણાવ, પોષણ શક્તિનો અભાવ, ઇમ્બેલેન્સ હોર્મોન્સ વગેરે કારણરૂપ છે. આ ઉપરાંત વધતી ઉમર પણ એક જવાબદાર કારણ છે. ગમે એટલા વાળ ખરે છતાં મહિલાઓના માથામાં ટાલ પડતી નથી. પુરુષોની સરખામણીમાં મહિલાઓના વાળ ઓછા ખરે છે.


વૈજ્ઞાનિક રીસર્ચમાં જણાયું કારણ :

વૈજ્ઞાનિક રીસર્ચમાં જણાયું કારણ :

વૈજ્ઞાનિકો દ્વારા આ વિષય ઉપર રીસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રમાણે, માથા અને શરીર ઉપર વાળ ઉગવાનું કારણ હોર્મોન્સ હોય છે અને વાળ ખરવાનું કારણ પણ તે જાતેજ છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર, ટાલ માટે યૌન હોર્મોન ટેસ્ટોસ્ટેરોન મહત્વનું કારણ છે. પુરુષોમાં સ્ત્રવિત થતો એન્ડોજન સમુહનું સ્ટેરોઇડ હોર્મોન વાળ ખરવાનું મહત્વનું કારણ છે. જેથી પુરુષોમાં વાળ ખરી જવાની સમસ્યાનું કારણ આ હોર્મોન્સ છે. કેટલાક લોકોમાં ટાલ પડવાની સમસ્યા વારસાગત જોવા મળતી હોય છે. જો પિતાને સમસ્યા હોય તો પુત્રમાં પણ તે જોવા મળતી હોય છે.


મહિલાઓમાં ટાલ ન પડવાનું કારણ :

મહિલાઓમાં ટાલ ન પડવાનું કારણ :

પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા ઓછી જોવા મળતી હોય છે. તેનું કારણ છે કે, મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ ઓછો થાય છે. મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય તેની સાથે એસ્ટ્રોજન નામના હોર્મોન્સનો પણ સ્ત્રાવ થાય છે કારણકે, મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનના ડીહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન બદલવાની પ્રક્રિયા ઘણી ઓછી થાય છે. જેના કારણેજ મહિલાઓમાં વાળ ખારવા છતાં ટાલ પડતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top