જેલમાં લાગી ભયંકર આગ! ૪૧ કેદીઓ આગમાં જીવતે જીવ થઈ ગયા ભડથું!

જેલમાં લાગી ભયંકર આગ! ૪૧ કેદીઓ આગમાં જીવતે જીવ થઈ ગયા ભડથું!

09/08/2021 World

SidhiKhabar

SidhiKhabar

જેલમાં લાગી ભયંકર આગ! ૪૧ કેદીઓ આગમાં જીવતે જીવ થઈ ગયા ભડથું!

જાકાર્તા/ઇન્ડોનેશિયા : જેલને આમ પણ નર્ક સમાન ગણવામાં આવે છે. એમાંય અચાનક કોઈ આફત ત્રાટકે તો ખીચોખીચ ભરેલી જેલમાં મોટી જાનહાની થવાની સંભાવના બળવત્તર બની જાય છે. આવી જ એક ઘટના ઇન્ડોનેશિયામાં ઘટી છે.

ઇન્ડોનેશિયાના(Indonesia) બેન્ટન શહેરમાં બુધવારે તંગરેંગ જેલના એક બ્લોકમાં આગ(Fire) લાગી છે, કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગની રિપોર્ટર રિકા અપરિન્તીએ  જણાવ્યું કે, આગ રાત્રે ૧ થી ૨ વચ્ચેના સમયગાળા દરમિયાન લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે, તેણે સંખ્યાબંધ કેદીઓને પોતાની લપેટમાં લઈ લીધા. બીજા ઘણા કેદીઓ ઘાયલ થયા છે, જેમનો સાચો આંકડો હજી સુધી બહાર નથી આવ્યો. સુત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ દર્દીઓને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી, પરંતુ તપાસ ચાલી રહી છે.


જેલમાં હતા ક્ષમતા કરતા વધારે કેદીઓ!

જેલમાં હતા ક્ષમતા કરતા વધારે કેદીઓ!

સામાન્ય રીતે દુનિયાભરની મોટા ભાગની જેલમાં એવું જોવા મળે છે કે જેલની ક્ષમતા કરતા કેદીઓની સંખ્યા વધુ હોય! ભારત કે ઇન્ડોનેશિયા જ નહિ પણ યુરોપ-અમેરિકાના વિકસિત દેશોની જેલમાં પણ ઘણી વાર આજ પરિસ્થિતિ જોવા મળે છે. ઈન્ડોનેશિયાની આ જેલમાં પણ ક્ષમતા કર્તા કેદીઓની સંખ્યા ઘણી વધારે હતી. આગની આ ઘટના જેલના સી બ્લોકમાં લાગી હતી. જેલના આ બ્લોકમાં ડ્રગ્સના કેદીઓને પૂરવામાં આવે છે. સી બ્લોકમાં જેટલા કેદીઓ પૂરવા જોઈએ, તેના કરતા વધારે કેદીઓ પૂરવામાં આવ્યા હતા. જેલના આ વિભાગમાં ૧૨૨ કેદીઓ સમાઈ શકે છે, પરંતુ આગ લાગી ત્યારે ઘણા વધુ કેદીઓને આ બ્લોકમાં પૂરવામાં આવ્યા હતા! જેને પરિણામે જાનહાની વધુ થઇ હોવાનું મનાઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની તંગરેંગ જેલ(jail) ૬૦૦ કેદીઓ સમાઈ શકે એટલી છે. પરંતુ તેમાં ૨000 થી વધુ કેદીઓ હતા, જે તેની ક્ષમતા કરતા ત્રણ ગણાથી ય વધારે છે.

ઘટનાની જાણ થતા, ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી, અને તંગરેંગ જેલના બ્લોક સી ને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી રહ્યો છે.

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top